કાલુપુર રેલવે સ્ટેશન પર 20 મીટર ઊંચાઈએ બુલેટ ટ્રેન સ્ટેશન બનશે - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

કાલુપુર રેલવે સ્ટેશન પર 20 મીટર ઊંચાઈએ બુલેટ ટ્રેન સ્ટેશન બનશે

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસી) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવાનું હોવાથી રેલવે દ્વારા આ જગ્યાનો હવાલો એનએચએસઆરસીને સોંપી દેવાયો છે. એનએચએસઆરસીએ આ ત્રણેય પ્લેટફોર્મના શેડ કાઢવાની સાથે પ્લેટફોર્મ નંબર 12 પર આવેલી રેલવે ઓફિસ બિલ્ડિંગો તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

કાલુપુર સ્ટેશને રેલવે, બુલેટ, મેટ્રો સ્ટેશન બનશે
કાલુપુર રેલવે સ્ટેશન દેશમાં એકમાત્ર રેલવે સ્ટેશન હશે જ્યાં પ્લેટફોર્મ નંબર 11 અને 12ની વચ્ચેની જગ્યામાં બુલેટ ટ્રેનના 20 મીટર ઊંચા પિલર બનશે, જેની પર બુલેટ ટ્રેન દોડશે. જ્યારે નીચે રિડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે સ્ટેશન તૈયાર થશે અને ત્યાંથી ટ્રેનોનું સંચાલન કરાશે. અહીં મેટ્રો કામગીરી પણ ચાલી રહી છે અને જમીનથી 20 મીટર નીચે મેટ્રો સ્ટેશન બની રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બુલેટ ટ્રેન સ્ટેશન માટે કામગીરી શરૂ.


via news-rs24

No comments:

Post a Comment