આ છે વિદેશી કંપનીઓને ચીનથી ગુજરાત લાવવાનો માસ્ટર પ્લાન, કોરોના કાળમાં જ 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું - News

Breaking

Artikel Terbaru

Sunday, June 21, 2020

આ છે વિદેશી કંપનીઓને ચીનથી ગુજરાત લાવવાનો માસ્ટર પ્લાન, કોરોના કાળમાં જ 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું

ગુજરાત સરકારના ઉદ્યોગ-ખનીજ સચિવ મનોજ કુમાર દાસના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું કારણ બનેલા ચીનથી 4 હજારથી વધારે કંપનીઓ શિફ્ટ થવા તૈયાર થઈ ગઈ છે. તેમાં 1 હજારથી વધારે અમેરિકી, 2600 જાપાની અને આશરે 400 કોરિયન કંપનીઓ સામેલ છે. તેમાંથી મોટાભાગની કંપનીઓએ ભારતમાં આવવા રસ દાખવ્યો છે. તેનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળી શકે એમ છે. તેનું કારણ રાજ્યનો વિશાળ કોસ્ટલ એરિયા છે જ્યાંથી નિકાસ સરળ છે. આ માટે ઉચ્ચ અધિકારીઓની ડેડિકેટેડ ટીમ છે. આ ટીમ બે સ્તરે કામ કરે છે. એક સ્તર પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, પ્રૉડક્શન હબ માટે 1.20 લાખ હેક્ટર જમીનની લેન્ડ બેન્ક બનાવવામાં આવી રહી છે. જેમાંથી 33 હજાર હેક્ટર જમીન દહેજ, સાણંદ, ખોરજ અને ધોલેરામાં તારવવામાં આવી છે.

બીજા સ્તરે, અધિકારીઓની એક ટીમ આ કંપનીઓ સાથે સંપર્કમાં છે, જેથી તેમને ગુજરાત લાવી શકાય. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે એમ છે. ગુજરાતની સ્પર્ધા અન્ય રાજ્યો સાથે નહીં પણ વિયેટનામ, સિંગાપોર, થાઇલેન્ડ જેવા દેશો સાથે છે.પણ વિશાળ કુદરતી કોસ્ટ લાઇન, રેડિમેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ લેબર અને સરકારની સાનુકૂળ નીતિઓના કારણે આપણે સૌથી વધારે એફડીઆઇ લાવવામાં સફળ થઈશું. (ગૌરવ તિવારી સાથેની વાતચીતના આધારે)

ગુજરાતમાં રોકાણ વધારવાનો પ્લાન

  • 10 સેક્ટરો પર ફોકસ
  • ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, મેડિકલ ડિવાઇસ,
  • હેવી એન્જિનિયરિંગ, સોલર ઇક્વિપમેન્ટ અને ફૂડ પ્રોસેસિંગમાં અેફડીઆઇ લાવવા પર સરકારનું ફોકસ છે.

સરકાર શું કરી રહી છે
રાજ્યના સચિવોના એક જૂથે જાપાનની બે કંપનીઓને ગુજરાત લાવવામાં સફળતા મેળવી છે. બીજી અન્ય કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. 1.20 લાખ હેક્ટરની લેન્ડ બેન્ક બનાવવામાં આવી રહી છે. 33 હજાર હેક્ટર જમીન નક્કી કરી લેવાઈ છે. સાણંદ, રાજકોટ, ભરૂચમાં મેડિકલ ડિવાઇસ પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, ઑટો ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થઈ રહી છે. સાણંદમાં ઑટો એક્ઝિલરી પાર્ક સાથે 4600 એકરનો ઑટો પાર્ટ્સ હબ બનાવવાની તૈયારી છે.

શું સુવિધાઓ આપવામાં આવી રહી છે?

  • ભારતમાં આવનારી કંપનીઓને કેન્દ્ર સરકાર 40 હજાર કરોડ રૂપિયાનું પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ આપશે.
  • પ્રતિસ્પર્ધી મહારાષ્ટ્ર, તમિલનાડુની તુલનામાં ગુજરાત ઓછા ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ કરાવશે.
  • ચીનથી ગુજરાત આવનારી કંપનીઓને સાત દિવસમાં જમીન અપાશે. તમામ પ્રક્રિયા ઑનલાઇન. એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં પણ રાહત. 15 દિવસમાં ડૉક્યુમેન્ટેશન કામગીરી પૂર્ણ કરાશે.
  • 1200 દિવસ એટલે કે 3.2 વર્ષ સુધી લેબર લૉમાં છૂટ.
  • દહેજ (એસઆઇઝેડ), સાણંદ, ખોરજ, ધોલેરા (એસઆઇઝેડ) તથા કેટલાક અન્ય એસઇઝેડમાં પહેલેથી જ જમીન તૈયાર.

કોરોના કાળમાં જ 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવી ચૂક્યું છે
ગુજરાતમાં કોરોના કાળ દરમ્યાન જ 17 હજાર કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવી ચૂક્યું છે. ઑટો સેક્ટરની ટોચની 12 કંપનીઓ દ્વારા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની ડિલ ફાઇનલ થઈ ચૂકી છે. કુલ 17 હજાર કરોડ રૂપિયાનો કરાર છે. ઑટો પાર્ટ્સ બનાવતી કંપનીઓ સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. જ્યારે કચ્છમાં 1800 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. આ રોકાણ અલ્ટ્રા મોડર્ન ફાર્મા એપીઆઇ પાર્ક બનાવવા માટે થયું છે. દહેજના ફાર્મા સેક્ટરમાં 250 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ભરૂચમાં અલ્ટ્રા મોડર્ન ફાર્મા એપીઆઈ પાર્ક બનશે. ભરૂચમાં ફાર્મા સેક્ટરમાં જ 10 હજાર કરોડનું વધુ રોકાણ આવશે એવો સંકેત રાજ્ય સરકારે આપ્યો છે. તેનાથી આગામી 6 મહિનામાં 3થી 4 હજાર કરોડનું રોકાણ આવશે. કોલસા અને ઉદ્યોગ વિભાગના સચિવ કુમાર દાસે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદ્યોગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લૉકડાઉનમાં સ્થગિત વિકાસની ગતિ બમણા વેગે અનલૉક થશે. માત્ર ધોલેરામાં 91 હજાર કરોડનું રોકાણ થશે.


via news-rs24

No comments:

Post a Comment