SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી, કોરોના પોઝિટિવ દર્દી ફરાર, પોલીસે શોધવા દોડધામ શરૂ કરી - News

Breaking

Artikel Terbaru

Saturday, May 23, 2020

SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી, કોરોના પોઝિટિવ દર્દી ફરાર, પોલીસે શોધવા દોડધામ શરૂ કરી

અમદાવાદની SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ દર્દી ફરાર થઈ ગયો છે. હોસ્પિટલમાંના ડોકટરે આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવતા હવે પોલીસ દર્દીને શોધવા દોડધામ શરૂ કરી છે.
હોસ્પિટલના RMOએ 15 કલાક બાદ પોલીસ ફરિયાદ કરી
SVP હોસ્પિટલમાં શુક્રવારે સવારે સરખેજમાં ક્રિસ્ટીયા સોસાયટીમાં રહેતા 30 વર્ષના યુવકને કોરોનાનાં લક્ષણ જણાતાં દાખલ કરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાતે 10 વાગ્યે દર્દી SVP હોસ્પિટલમાં B/1 વોર્ડમાંથી ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાં અનેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં દર્દી ફરાર થઈ જતા તેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. શનિવારે બપોરે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ડોકટરે હોસ્પિટલના RMO ડો. કુલદીપને જાણ કરી હતી. તેઓએ આ મામલે 15 કલાક બાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસ હવે પોઝિટિવ દર્દીને શોધવા મથામણ શરૂ કરી છે.

SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડ અલગ છે

10 માળની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડ અલગ છે જેમાં દર્દીઓ સાથે ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ હોય છે તો કઈ રીતે આ દર્દી વોર્ડમાંથી બહાર નીકળ્યો તેના પર સવાલ છે શું વોર્ડની બહાર સિક્યુરિટી ગાર્ડ નથી હોતા ? દર્દીઓને હરવા ફરવા દેવાય છે ?
શનિવારે પણ SVP હોસ્પિટલની બેદરકરી સામે આવી હતી
ગઈકાલે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું દર્દીઓને જાણ કરવાથી લઈ હોસ્પિટલમાં દાખલ કરવા અંગે SVP હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના મોભીને SVP હોસ્પિટલે પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા હતાં. 8 કલાક બાદ મોડી રાતે ફોન કરી અને કહેવામાં ભૂલ થઈ હતી, તમારો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે કહી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના પુત્રના રિપોર્ટ મામલે પણ બે દિવસ સુધી જાણ કરી નહોતી અને તેના સંક્રમણના કારણે આખા પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે DivyaBhaskarના આ અહેવાલ બાદ SVP હોસ્પિટલે ભૂલ સ્વીકારી લીધી છે અને આ મામલે ખુલાસો કરી દિલગીરી વ્યક્ત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
negligence of SVP hospital, corona positive patient absconding, police rush to find


via news-rs24

No comments:

Post a Comment