સંક્રમણની દ્રષ્ટિએ કેનેડા ચીનથી આગળ થઈ ગયું, અહીં 83 હજાર 621 કેસ નોંધાયા - News

Breaking

Artikel Terbaru

Saturday, May 23, 2020

સંક્રમણની દ્રષ્ટિએ કેનેડા ચીનથી આગળ થઈ ગયું, અહીં 83 હજાર 621 કેસ નોંધાયા

વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 54 લાખથી વધારે કેસ નોંધયા છે. 3.44 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 22.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
સંક્રમણની દ્રષ્ટિએ કેનેડા ચીનથી આગળ થઈ ગયું, ચીન 14માં નબરે જતું રહ્યું
સંક્રમણની બાબતમાં કેનેડા ચીનથી આગળ થઈ ગયું છે. કેનેડામાં 83 હજાર 621 કેસ નોંધાયા છે, જ્યાર ચીનમાં 82 હજાર 974 કેસ નોંધાયા છે. ભારત સંક્રમણમાં 11માં નંબરે, પાકિસતાન 19માં નંબરે અને 32 હજાર કેસ સાથે બાંગ્લાદેશ 25માં નંબરે આવી ગયું છે.

અમેરિકા: કેલિફોર્નિયામાં દર્દીને હોસ્પિટલ લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

અમેરિકામાં મૃત્યુઆંક 99 હજાર નજીક
અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખ 66 હજાર 828 કેસ નોંધાયા છે, જેમાં 98 હજાર 683 લોકોના મોત થયા છે. 4.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
બ્રાઝીલ સંક્રમણમાં બીજા નંબરે
બ્રાઝીલ સંક્રમણની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. અહીં 3.49 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 22 હજાર 165 લોકોના મોત થયા છે.

ઈટાલીમાં 32 હજાર 735 લોકોના જીવ ગયા
ઈટાલીમાં 24 કલાકમાં 119 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક 32 હજાર 735 થયો છે. પોઝિટિવ કેસનો આંકડો 2.29 લાખે પહોંચ્યો છે. દેશમાં 1.39 લાખને સારવાર પછી રજા અપાઈ છે.

ઈટાલીમાં બોરગેજ ગેલેરીને ફરી ખોલવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ અને સાફ-સફાઈ રાખવાનું કહેવાયું છે.

સ્પેનમાં મૃત્યુઆંકમાં ઘટાડો

સ્પેનની વોક્સ પાર્ટીએ કોરોના વાઈરસ સામેની લડાઈને લઈને સરકાર વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

સ્પેનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં નવા મોત અને કેસમાં ઘટાડો થયો છે. અહીં 24 કલાકમાં 48 લોકોના મોત થયા છે અને 466 કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.82 લાખ સંક્રમિત છે, જ્યારે 28 હજાર 678 લોકોના મોત થયા છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 16,66,828 98,683
બ્રાઝીલ 349,113 22,165
રશિયા 335,882 3,388
સ્પેન 282,370 28,678
બ્રિટન 257,154 36,675
ઈટાલી 229,327 32,735
ફ્રાન્સ 182,469 28,332
જર્મની 179,986 8,366
તુર્કી 155,686 4,308
ઈરાન 133,521 7,359
ભારત 131,423 3,868
પેરુ 115,754 3,373
કેનાડા 83,621 6,355
ચીન 82,974 4,634
સાઉદી અરબ 70,161 379
મેક્સિકો 65,856 7,179
ચીલી 65,393 673
બેલ્જિયમ 56,810 9,237
પાકિસ્તાન 52,437 1,101
નેધરલેન્ડ 45,064 5,811
કતાર 42,213 21
બેલારુસ 35,244 194
સ્વિડન 33,188 3,992
બાંગ્લાદેશ 32,078 452

(સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકા: પ્રતિબંધોમાં રાહત પછી કેલિફોર્નિયાના હટિંગટન બીચ ઉપર લોકો ઉમટી પડ્યા હતા.


via news-rs24

No comments:

Post a Comment