કાશ્મીરમાં ટળ્યો એક મોટો આતંકી હુમલો, પુલવામા જેવું ઘડ્યું હતું કાવતરું; અંતે ડિફ્યૂઝ કરાયો IED - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 27, 2020

કાશ્મીરમાં ટળ્યો એક મોટો આતંકી હુમલો, પુલવામા જેવું ઘડ્યું હતું કાવતરું; અંતે ડિફ્યૂઝ કરાયો IED

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે.

સૂત્રોના આધારે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્સ તુરંત સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police in Pulwama foiled a major conspiracy, speeding up explosives from a vehicle jammu Kashmir


via news-rs24

No comments:

Post a Comment