રાજકોટમાં ત્રણ અને ગોંડલમાં એક પોઝિટિવ કેસ નોંધાયો, હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર બહાર કોરોનાએ દેખા દીધા - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 27, 2020

રાજકોટમાં ત્રણ અને ગોંડલમાં એક પોઝિટિવ કેસ નોંધાયો, હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર બહાર કોરોનાએ દેખા દીધા

રાજકોટમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી રાજકોટ જિલ્લામાં સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 103થઇ છે. આજે નોંધાયેલા ત્રણ કેસ અમીનમાર્ગ, પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીમાં નોંધાયા છે.રાજકોટ શહેર બાદ આજે ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં રહેતા 18 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યમાં એક મળી કુલ કેસ 103 થયા છે. રાજકોટમાં નોંધાયેલા આજના ત્રણેય કેસ હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર છોડી શહેરી વિસ્તારમાં દેખા દીધા છે. આથી શહેરીજનોમાં ભયનો માહોલ છે.

ત્રણ કેસમાંથી બે વ્યક્તિ અમદાવાદથી આવ્યા હતા

આજે શહેરમાં નોંધાયેલા ત્રણ કેસમાં કેવલમ રેસિડન્સીમાં રહેતા અર્ચનાબેન કલ્યાણભાઇ અગ્રાવત (ઉ.વ.27) જેઓ 25 મેના રોજ અમદાવાદથી આવ્યા હતા. ચિત્રકૂટધામ અમીન માર્ગ રહેતા જશુમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુ (ઉ.વ.87) જેઓ 25મેના રોજ અમદાવાદથઈ આવ્યા હતા. તમેજ ગાયકવાડી જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા હશુબેન મુન્નાભાઇ રાઠોડ (ઉ.વ.42)ને પોઝિટિવ કેસ નોંધાયો છે.

(દેવાંગ ભોજાણી/હિમાંશુ પુરોહિત, ગોંડલ)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Rajkot LIVE positive cases increase in City and sarashtra


via news-rs24

No comments:

Post a Comment