ICMRના સ્ટડીમાં દાવોઃ 90 દિવસમાં 28% દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો નહોતાં - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

ICMRના સ્ટડીમાં દાવોઃ 90 દિવસમાં 28% દર્દીઓમાં કોરોનાનાં લક્ષણો નહોતાં

દેશમાં કોરોનાના પ્રથમ 90 દિવસમાં 28% દર્દી એવા મળ્યા હતા કે જેમનામાં લક્ષણો નહોતા દેખાયા. આઇસીએમઆરના સ્ટડીમાં આ દાવો કરાયો છે જે મુજબ દેશમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં આવ્યો હતો. 30 એપ્રિલ સુધીમાં 40,184 દર્દી હતા. તેમાંથી 11,295 (28.1%) દર્દી એવા હતા કે જેમનામાં કોરોનાનાં લક્ષણો નહોતા દેખાયા જ્યારે 10,160 દર્દી એવા હતા કે જેમના પરિવારના કોઇ સભ્ય ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જણાયા હતા.

1100થી વધારે કર્મચારી પોઝિટિવ છતાં લક્ષણ નહીં
1,135 સ્વાસ્થ્યકર્મી એવા હતા કે જેઓ દર્દીઓની સારવારમાં લાગેલા હતા પણ સુરક્ષાના પૂરતા માપદંડોનું પાલન કરી શક્યા નહોતા. તેથી તેઓ પણ કોરોના પોઝિટિવ થયા હતા. તેમનામાં પણ કોઇ લક્ષણો નહોતા દેખાયાં. નિષ્ણાતોનું કહેવું છે કે દર્દીઓની ઓળખ માટે તેમના ઘરના સભ્યોથી વધારે બહારના લોકોના ટેસ્ટ કરવા પડ્યા કેમ કે તેમનામાં બીમારીનો સ્ત્રોત જાણી શકાતો નહોતો. પ્રત્યેક પોઝિટિવ દર્દી દીઠ ઘરના 6 સભ્યના ટેસ્ટ કરાયા જ્યારે બહારના લોકોમાં દર્દી દીઠ અંદાજે 20.4 લોકોના ટેસ્ટ કરાયા. દર્દીઓના પરિવારજનોમાંથી 2,41,504 ટેસ્ટ કરાયા જ્યારે અન્ય કે બહારના લોકોમાં 8,20,320 લોકોના ટેસ્ટ કરવા પડ્યા.

દર 10 લાખની વસતીમાંથી કેટલા લોકોને જોખમ

ઉંમર લોકો
0-9 6.1
10-19 12.9
20-29 40.5
30-39 48.5
40-49 50.1
50-59 64.9
60-69 61.8
70-79 53.2
80 + 40.9
  • પુરુષોમાં દર 10 લાખ દીઠ 41.6 અને મહિલાઓમાં 24.3 લોકોને જોખમ.

દર્દીઓમાં સૌથી વધુ લક્ષણ ખાંસીના

લક્ષણ દર્દીઓની સંખ્યા
એક પણ નહીં 8269
તાવ 7675
શ્વાસ લેવમાં તકલીફ 4083
ગળામાં સંક્રમણ 3420
માંસપેશિયોમાં દુખાવો 1599
ઉલટી 546
  • ઘણા દર્દીઓમાં એકથી વધુ લક્ષણો જોવા મળ્યાં હતાં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


via news-rs24

No comments:

Post a Comment