રાજ્યમાં એક તરફ મોટાપાયે શ્રમિકો પોતાના વતન પરત ફરવા માટે બહાર નીકળ્યાં છે ત્યારે બીજી તરફ લૉકડાઉનમાં છૂટછાટો મળતા બે મહિનાથી ઘરમાં પૂરાઈ રહેલા લોકો આકરી ગરમી હોવા છતાં પણ મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. એક તરફ સંઘર્ષ છે પણ બીજી તરફ સંયમ પણ એટલો જ જરૂરી છે.રાજ્ય સરકારે લૉકડાઉનમાં છૂટછાટોની જાહેરાત એવા સમયે કરી જ્યારે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો સ્થળાંતર કરી રહ્યાં છે. અંદાજે 8 લાખથી વધારે શ્રમિકો ટ્રેનોમાં વતન જઈ રહ્યાં છે. શ્રમિકો વતન જઈ રહ્યાં છે કારણ કે તેઓ મજબૂર છે. એટલે તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પણ છૂટછાટો મળતાં જ સંયમ ત્યજીને મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. રાજકોટમાં બુધવારે 43 ડિગ્રી ગરમી હોવા છતાં લોકો પાનની દુકાન બહાર એકત્ર થયાં હતાં. જો આપણે સંયમ નહીં રાખીએ તો માઠા પરિણામો ભોગવવા પડી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment