અમેરિકનો હવે એકાંતની શોધમાં, દર કલાકના 7,500 રૂ. ખર્ચીને રૂમ લઇ રહ્યા છે - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 20, 2020

અમેરિકનો હવે એકાંતની શોધમાં, દર કલાકના 7,500 રૂ. ખર્ચીને રૂમ લઇ રહ્યા છે

કોરોના સંકટ દરમિયાન લૉકડાઉન કે ક્વોરન્ટીનમાં ફસાયેલા અમેરિકનો હવે એકાંતની શોધમાં છે. તે માટે તેઓ કલાક પ્રમાણે રૂમ ભાડે આપતી ઍપનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ કામો માટે મોટી-મોટી બ્રાન્ડ્સની સર્વિસ લઇ ચૂકેલા લોકો હવે પ્રાઇવસી માટે આ ઍપની મદદ લઇ રહ્યા છે. ઘણા લોકો તો માત્ર પરિવારજનોથી થોડા કલાકો માટે દૂર રહેવા આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં ગ્લોબ ઍપ સૌથી જાણીતી છે, જેની માગ સતત વધી રહી છે. આ ઍપનો સૌથી વધુ ઉપયોગ ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, માયામી જેવા શહેરોમાં થઇ રહ્યો છે.
ફ્યુચર પ્લાન માટે 2 કલાક રૂમ ભાડે લીધો
લોકો પત્નીની ઓફિસની વીડિયો મીટિંગ દરમિયાન તેને પ્રાઇવસી આપવા, રૂમ પાર્ટનરને આરામ આપવા, ઓફિસ દરમિયાન ફ્રેશ થવા કે આરામ કરવા, ભીડથી બચવા કે પછી થોડો સમય પરિવારથી દૂર રહેવા માટે પણ રૂમ ભાડે લઇ રહ્યા છે. તે માટે તેઓ નજીકના વિસ્તારોમાં કે વૉકિંગ ડિસ્ટન્સ પરના એપાર્ટમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે. તમારે ઍપ પર તમારી જરૂરિયાત જણાવવાની હોય છે. સાથે એ પણ જણાવવાનું હોય છે કે તમને તાવ, ખાંસી કે કોરોના છે કે નહીં? બૉડી ટેમ્પ્રેચર ચેક કરતી વખતનો થર્મોમીટરનો ફોટો પણ અપલોડ કરવાનો હોય છે. તે પછી તમને રૂમ અપાય છે. જોકે, એકેય રૂમ ફુલ નાઇટ માટે નથી અપાતો. 32 વર્ષની બ્રિટની ગાયન જણાવે છે કે, ‘હું બ્રુકલિનમાં મારા બોયફ્રેન્ડ સાથે મેરેજ કરવાની છું. અમે ફ્યુચર પ્લાન માટે 2 કલાક માટે રૂમ ભાડે લીધો હતો. તેનાથી ક્વોરન્ટીનની મુસીબતથી પણ છુટકારો મળ્યો.’ વોશિંગ્ટન યુનિ.ની એક સ્ટુડન્ટ જણાવે છે કે, ‘હું મારા એન્ટી-બેક્ટેરિયલ વાઇપ્સ લઇને રૂમ પર ગઇ હતી. સૌપ્રથમ દરવાજાના નૉબ, લાઇટ સ્વિચ અને એપાર્ટમેન્ટને સેનિટાઇઝ કર્યા બાદ 45 મિનિટ સુધી અગત્યના કામ અને કૉલ કર્યા. પછી એક કલાક આરામ કર્યો.’
લોકો એક કલાકના 7,500 રૂ. ચૂકવવા પણ તૈયાર
ગ્લોબ ઍપ 30 વર્ષના ઇમેન્યુઅલ બામ્ફો અને તેના 36 વર્ષીય મિત્ર એરિક ઝૂએ જૂન, 2019માં શરૂ કરી હતી. તે નોકરિયાત લોકો માટે શરૂ કરાઇ હતી, જેથી શહેરમાં ઘરથી દૂર કે ઓફિસમાં હોઇએ તે દરમિયાન આરામ માટે જગ્યા મળી શકે. જોકે, કોરોનાકાળમાં લોકો એકાંત માટે આ રૂમ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એક કલાકના 7,500 રૂ. સુધીની રકમ ચૂકવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


via news-rs24

No comments:

Post a Comment