ચીનમાં સીપીપીસીસી (સરકારની સર્વોચ્ચ રાજકીય સલાહકાર પરિષદ)ની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. તેમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાશે. ત્યાર બાદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ની બેઠક આ અઠવાડિયે જ ઉત્તર-પૂર્વના પ્રાંત જિલિનના શુલાનમાં યોજાશે. એવામાં ત્યાં સંપૂર્ણ લૉકડાઉન કરી દેવાયું છે. અંદાજે 7 લાખની વસતીવાળા શહેરમાં વુહાનની જેમ કડકાઇ રખાઇ રહી છે. દરેક ઘરમાંથી માત્ર એક વ્યક્તિને જીવનજરૂરી વસ્તુઓ લેવા જવાની મંજૂરી છે.
દુનિયામાં સવાલોથી ઘેરાયેલા ચીનની ભાવિ રણનીતિ ઘડશે
આ એટલા માટે મહત્ત્વનું છે કે એનપીસીની બેઠક ચીનની સૌથી મોટી રાજકીય બેઠક છે. તેમાં થનારા નિર્ણયો કોરોનાને લઇને દુનિયામાં સવાલોથી ઘેરાયેલા ચીનની ભાવિ રણનીતિ ઘડશે. અઠવાડિયું લાંબી આ બેઠકમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સહિત સીપીસીના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે. જિનપિંગ શાકાહારને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ રજૂ કરશે. ભોજનમાં શાકાહારી વાનગીઓ રાખવાની પણ માગ કરાઇ છે. બેઠકમાં વિદેશી રાજદ્વારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાને આમંત્રણ અપાયું છે. નિષ્ણાતોએ જિલિનમાં સંક્રમણનો મોટો વિસ્ફોટ થવાની ચેતવણી પણ આપી છે.
વુહાનમાં જંગલી પ્રાણીઓના શિકાર અને ખાવા પર 5 વર્ષ સુધી રોક
વુહાનમાં જંગલી પ્રાણીઓના શિકાર અને ખાવા પર 5 વર્ષ માટે રોક લગાવી દેવાઇ છે. તેમાં તમામ વન્યજીવો સામેલ છે. આ સાથે જ વુહાનમાં હવે શિયાળ, મગર, રીંછ, સાપ, ઉંદર સહિત ઘણા જંગલી પ્રાણીઓનું મીટ ખાવા પર રોક લાગી ગઇ છે. અહીં ચામાચીડિયા, અજગર, કાચિંડા, ચિત્તાના બચ્ચા, પેંગોલિન જેવા પ્રાણીઓનું મીટ વેચાય છે. અહીંથી જ કોરોના વાઇરસ ફેલાયાની આશંકા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment