પરપ્રાંતીય શ્રમિકોની વતન ભણીની દોટ વણથંભી છે. કોઈ પણ પરિસ્થિતિ સાથે બાથ ભીડી શ્રમિકોને વતનની રાહ પકડવી છે. સ્થળાંતર કરતાં આ શ્રમિકોની તકલીફના અનેક કિસ્સા આપણને ધ્રુજાવી નાખે છે. નરોડા મેમ્કોથી એક શ્રમિક માતા પોતાની નાની બાળકી સાથે ભડભડતા તાપમાં કાલુપુર ચાલતા આવી હતી. કારણ, તેને અહીંથી બસ પકડવી હતી. રસ્તામાં બાળકીનું એક ચપ્પલ તૂટી ગયું પણ કાળઝાળ ગરમીમાં ઉઘાડા પગે ચાલવાનું તો ચાલુ જ રાખ્યું. બસ, કોઈ પણ રીતે વતન પહોંચવાની તાલાવેલી હતી, સામે ગમે તેટલા પડકાર આવે તો પણ ચિંતાની કોઈ વાત નહીં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment