અમેરિકાના સંશોધકોની ચેતવણી: હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઈસિનનું કોમ્બિનેશન કોરોના પીડિતો માટે જીવલેણ - News

Breaking

Artikel Terbaru

Friday, May 29, 2020

અમેરિકાના સંશોધકોની ચેતવણી: હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઈસિનનું કોમ્બિનેશન કોરોના પીડિતો માટે જીવલેણ

અત્યાર સુધી કોરોનાવાઈરસથી સંક્રમિત વ્યકિતઓને સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (એન્ટિ મલેરિયા) અને એઝિથ્રોમાઈસિન (એન્ટિબાયોટિક) દવાઓનું કોમ્બિનેશન આપવામાં આવતું હતું. પરંતુ આ દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. કોરોનાવાઈરસના દર્દીઓને બંને દવાઓનું કોમ્બિનેશન કે બંને દવાઓ અલગ અલગ આપવામાં આવે તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર ખરાબ અસર પડે છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે.

130 દેશોના કેસ પર રિસર્ચ કરવામાં આવ્યુ્ં

આ રિસર્ચમાં WHOના રેકોર્ડમાં રહેલાં આ બંને દવાઓની ખરાબ અસર થયેલાં 2.10 કરોડ કેસો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ કેસો 130 દેશોમાંથી 12 નવેમ્બર 1967થી લઈને 1 માર્ચ 2020ના હતા.

હૃદયનાં ધબકારાં અનિયમિત થાય છે

મેડિકલ જર્નલ સર્કુલેશનમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઈસિનની અસર હૃદય પર પડે છે. તેનાથી દર્દીઓના હૃદયનાં ધબકારાં અતિશય ઝડપી અથવા ધીમાં બને છે.

WHOએ દવાનાં ક્લિનિકલ ટ્રાયલ પર રોક લગાવી

WHOએ અગમચેતીના ભાગ રૂપે આ દવાઓનાં ક્લિનિકલ ટ્રાયલ પર રોક અસ્થાયી રૂપે રોક લગાવી છે. WHOના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એ રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે, જે મુજબ, કોરોનાવાઈરસના પીડિતોને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સારવાર આપવાથી મૃત્યુનું જોખમ વધે છે.

આ દવાને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગેમ ચેન્જર ગણાવી હતી

ફ્રેન્ચના એક રિસર્ચના પરિણામોને આધારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને ગેમ ચેન્જર ગણાવી હતી. ત્યારબાદ દેશભરમાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો. એટલું જ નહીં ભારતે અમેરિકા સહિત અનેક દેશોને આ દવા આપી હતી. શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સીજનનું લેવલ ઓછું હોય તેવા કોરોનાવાઈરસના દર્દીઓને આ દવા ઈમર્જન્સી ડ્રગ સ્વરૂપે આપવામાં આવતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
U.S. researchers warning: Combination of hydroxychloroquine and azithromycin is fatal for corona sufferers


via news-rs24

No comments:

Post a Comment