વેજલપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા યુવાન સામે ફરિયાદ થાય તે પહેલા કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

વેજલપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા યુવાન સામે ફરિયાદ થાય તે પહેલા કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવાન સામે પોલીસ ફરિયાદ થાય તે પહેલા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બુધવારે આરોપીનો રિપોર્ટ કરીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનોરિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોપી સદામ યુસુફ ગોધરીયા(ઉ.27) વેજલપુરનો રહેવાસી છે અને બળદને કતલખાને લઇ જતી વખતે પોલીસે તેને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ત્યાર યુવાનને પોલીસ જાપ્તા સાથે ક્વોરન્ટીન કરવામાં આવ્યોહતો.
વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 961 થઇ
કારેલીબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. એમ. પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી તેમના સંપર્કમાં આવેલા બે પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 961 ઉપર પહોંચી ગઇ છે. સત્તાવાર મૃત્યુઆંક 42 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 548 દર્દી કોરોના મુક્ત થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Vadodara Live Accused in Vejalpur police station tested positive for corona, admitted to Godhra Civil Hospital


via news-rs24

No comments:

Post a Comment