વિશ્વભરમાં અત્યાર સુધી કોરોનાના 55.88 લાખથી વધારે દર્દીઓ નોંધાયા છે. 3.48 લાખ લોકોના મોત થયા છે. 23.66 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકામાં મૃત્યુઆંક એક લાખની નજીક
અમેરિકામાં કોરોનાના 17 લાખ 6 હજાર 226 કેસ નોંધાય છે. 99 હજાર 805 લોકોના મોત થયા છે. 4.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.WHOના જણાવ્યા મુજબ એક દિવસમાં 1 લાખ 2 હજાર 790 કેસ નોંધાયા છે અને 4383 લોકોના મોત થયા છે.અમેરિકામાં દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ સોમવારે અહીં 532 લોકોના મોત થાય છે અને એક દિવસમાં 19 હજાર નવા કેસ સામે આવ્યા છે.
ટ્રમ્પે મહામારી વચ્ચે ગોલ્ફ રમવાને લઈને પોતાનો બચાવ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ફ રમવાને લઈને પોતાનો બચાવ કર્યો છે. મીડિયા દ્વારા કરવામાં આવેલા કવરેજ સામે તેણે ટ્વિટ કરીને કહ્યું કે બહાર નિકળવા માટે અને થોડી કસરત કરવા માટે સપ્તાહના અંતે હું ગોલ્ફ રમું છું. બનાવટી અને ભ્રષ્ટાચારી ન્યૂઝે તેને એવી રીતે જોયું કે જાણે આ પાપ છે. મીડિયાને એ કેમ દેખાતું નથી કે ત્રણ મહિના પછી હું ગોલ્ફ રમ્યો છું. જો હું ત્રણ વર્ષ પછી પણ ગોલ્ફ રમત તો પણ તેઓ આ રીતે જ જોત.
1 જુલાઈથી સ્પેનમાં આવનાર વિદેશી નાગરિકોને ક્વોરન્ટિન નહીં કરાય
સ્પેનની સરકારે વિદેશી પ્રવાસીઓને જુલાઈ મહિનાથી દેશમાં આવવાની પરવાનગી આપી દીધી છે અને આ પ્રવાસીઓને હવે 14 દિવસ ક્વોરન્ટિન નહીં કરાય. સ્પેનમાં દર વર્ષે 8 કરોડ પ્રવાસીઓ આવે છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 2.82 લાખ કેસ નોંધાયા છે અને 26 હજાર લોકોના મોત થયા છે.
ચીનમાં સોમવારે સાત નવા કેસ નોંધાયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment