દેશભરમાં કોરોનાથી 1,45,278 લોકો સંક્રમિત થયા છે અને4,172 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 52,667 કેસ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 1,695 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 17,082 કેસ સામે આવ્યા છે અને 119 લોકોના મોત થયા છે. 14,468 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.
દેશમાં સોમવારે 6414 સંક્રમિત વધ્યા હતા, 3012 લોકો સાજા પણ થયા હતા.જ્યારે 148 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં 80 હજારથી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સોમવારે 3254 દર્દીઓનો વધારો થયો હતો. આ આંકડાઓcovid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
અપડેટ્સ
- દિલ્હી સરકારે યાત્રિઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. અહીંયા આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવી પડશે. સંક્રમણના લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓને 14 દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.
- એરપોર્ટ ઓથોરિટી અને નોન- શિડ્યુલ્ડ પ્રાઈવેટ ઓપરેટર્સને પણ વિમાન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. જેમાં ફિક્સ્ડ વિંગ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે.
- દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જો કે ગાઝિયાબાદ તંત્રએ ત્યાં વધતા કેસને ધ્યાનમાં રાખતા જિલ્લાની સરહદોને કડક રીતે સીલ કરી દીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment