મેના પહેલા સપ્તાહથી જ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત અન્ય રાજ્યો માટે પ્રવાસીઓ ઝડપથી હિજરત કરવા માંડ્યા હતા. જેમાંથી મોટાભાગના મજૂર હતા. છાપા, ટીવી ચેનલ અને ડિઝીટલ મીડિયા પ્લેટફોર્મ પર ભૂખ્યા, ખુલ્લા પગે ચાલી રહેલા, ટ્રક-ટેમ્પોમાં ભરેલા પ્રવાસીઓની તસવીર આવવા લાગી હતી.
ભાસ્કર છેલ્લા પાંચ દિવસોથી આ પ્રવાસીઓની હિજરતની કહાની આપ સૌ સુધી પહોંચાડી રહ્યું છે. સીધા ત્યાંથી જે રસ્તા સૌથી વધારે પ્રવાસી મહારાષ્ટ્રથી નીકળીને અન્ય રાજ્યોમાં તેમના ઘરે પહોંચી રહ્યા છે.
પ્રયાસ એટલો જ હતો કે કદાચ આઝાદી પછી થઈ રહેલી આ સૌથી મોટી હિજરતની વાસ્તિવકતા અને તેની સાથેનો સંબંધિત માર્મિક કહાનીઓથી તમે સત્ય જાણી શકો.
આ લક્ષ્ય સાથે 17 મેના બપોરે 1 વાગ્યે મુંબઈના થાણેથી અમારી સફર શરૂ થઈ હતી. નાસિક હાઈવ થઈને મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશ બોર્ડર પાર કરી અને પછી ઈન્દોર, ઝાંસી અને પ્રયાગરાજ થઈને અમે બનારસ પહોંચ્યા1500 કિમીથી વધારેની સફરમાં 100 કલાક સુધી લાઈવ રિપોર્ટિંગ અને 16 રિપોર્ટ્સ દ્વારા તમને સીધા એ હાઈવે અને પ્રવાસીઓના ગામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ સફકમાં અમે ઘણી તસવીર લીધી, જેને આ ફોટો સ્ટોરીમાં જોડ્યા છે.
બિજાસન માતા મંદિર પર અમારી મુલાકાત પ્રવીણ સાથે થઈ. પ્રવીણ 9 મહિનાની ગર્ભવતી છે. છેલ્લા બે દિવસથી તે અલગ અલગ ટ્રકમાં પતિ સાથે સફર કરીને અહીંયા સુધી પહોંચી છે. પ્રવીણે જણાવ્યું કે, મેં સવારથી પાણી સુદ્ધા નથી પીધું કારણ કે પાણી પીવાથી પેશાબ આવે છે અને પછી આંતરડામાં દુખાવો થાય છે.
શિવપુરી હાઈવે પર અમે એક પછી એક મહારાષ્ટ્રની ઘણી રિક્ષાઓ જોવા મળી.રિક્ષા વાળા તેમના પરિવારને લઈને યૂપી-બિહાર તેમના ગામ તરફ જઈ રહ્યા હતા. સફરમાં જ્યારે આ લોકો થાકી જાય છે તો બહાર નીકળીને થોડો આરામ કરી લે છે.
ઝાંસી પહોંચ્યાના થોડા પહેલા અમેન 8 લોકોનું આ ટોળું મળ્યું. આ યુવાનો હૈદરાબાદથી પગપાળા તો ક્યાંક કોઈ ટ્રકના સહારે આગળ વધ્યા છે. આ લોકોને યૂપીના મહોબા જવાનું છે.બુંદેલખંડની ભયાનક ગરમીના કારણે તેમની પાસે ન તો પૈસા હતા ન જમવાનું કંઈ વધ્યું હતું. આ લોકો 6-6 કલાક પાણી વગર ચાલી રહ્યા છે.
બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો
છઠ્ઠો રિપોર્ટ: થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે
સાતમો રિપોર્ટઃ60% ઓટો-ટેક્સીવાળા ગામડે જવા નિકળી ગયા છે, અમે હવે છ-આઠ મહિના તો નહીં આવીએ, ક્યારેય ન આવત પણ લોન ભરવાની છે
આઠમો રિપોર્ટઃ MP પછી ચાલીને જતાં મજૂર નજરે પડતા નથી, અહીંથી રોજ 400 બસોમાં લોકોને જિલ્લા સુધી મોકલાઈ રહ્યા છે
નવમો રિપોર્ટ:બસ મમ્મીને કહેવું છે કે અમને કોરોના નથી થયો, મમ્મીને ચહોરો બતાવીને પાછા આવી જશું
બારમો રિપોર્ટઃગામમાં 40 લોકો બહારથી આવ્યા છે, પરંતુ માત્ર તે ઘરની આગળ ક્વોરેન્ટીનનું સ્ટિકર લાગેલું છે જેમને રાહુલ ગાંધીએ ગાડીમાં પહોંચાડ્યા
તેરમો રિપોર્ટઃબનારસમાં રુસ્તમપુર કોરોનાનું હોટસ્પોટ છે, એકમાત્ર પોઝિટિવ દર્દીના પરિવારના લોકો તેને કવોરન્ટીન સેન્ટરમાં ખાવાનું આપવા જાય છે તો ગામવાળા ગાળો ભાંડે છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment