મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1276 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 57 થઈ ગયો છે. ગતરોજ વધુ 29 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી શહેર જિલ્લામાં કુલ 852 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. નવા સામે આવેલા પોઝિટિવ કેસોમાં ફરી 2 શાકભાજી વિક્રેતા અને 2 કારીયાણા દુકાનદારો પોઝિટિવ આવતા પાલિકાની ચિંતામાં વધારો થયો છે. તે ઉપરાંત પાલિકા કર્મચારી અને જ્વેલર્સ તેમજ લાજપોર જેલના કેદીનો પણ સમાવેશ થયો છે.
લાજપોર જેલના વધુ એક કેદીને ચેપ લાગ્યો
લાજપોર જેલમાં સજા ભોગવતા વધું એક કેદીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાજપોર જેલમાં સજા કાપી રહેલા કેદી નવલા વાલીયા વસાવા (60) ને કોરોનાના લક્ષણ જણાતા તેની તપાસ કરાવવામાં આવી હતી. ગુરૂવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાલિકાના દબાણ વિભાગનો કર્મચારી સંક્રમિત
પાલિકાના કર્મચારીઓમાં સંક્રમણ વધી રહ્યુ છે. પાલિકાના એસઆઇ, એસએસઆઇ, સફાઇ કર્મચારી સહિત અત્યાર સુધીમાં 15થી વધુ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. વરાછા ઝોન-બીમાં દબાણ ખાતાના ડેપો પર કામ કરતા સુનિલ પરેશ રાણા (ઉ.વ.33)ને શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્વેલરીના વેપારી કોરોના ચેપગ્રસ્ત
વરાછા ઉમિયાધામ રોડ મારૂતિ કોમ્પલેક્સમાં રહેતા કેતન વિઠ્ઠલભાઇ કોઠાણી (ઉ.વ.40) જવેલરીનો વેપાર કરે છે. રાજકોટ વેપાર કરતા કેતનભાઈને શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
વધુ 4 શાકભાજી વિક્રેતા અને કરિયાણાના દુકાનદાર કોરોના પોઝિટિવ
ગોડાદરા કેશવનગરમાં રહેતા કૈલાશભાઇ શંકર સોનવણે (ઉ.વ.40)ઘરે જ શાકભાજીનો ધંધો કરે છે. શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેવી જ રીતે આશિષભાઈ ચંપકભાઈ ઘાસવાલા (ઉ.વ.34) સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. કોરોનાનાં લક્ષણો બાદ ગુરૂવારે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવીજ રીતે કરિયાણાની દુકાન ચલાવતા સુગરસિંગ કાલકાપ્રસાદ રાજપૂત (ઉ.વ.48) અને રાજુ અમૃતભાઇ ડોડીયા (ઉ.વ.42) ને પણ ચેપ લાગ્યો હતો અને ગુરૂવારે બંનેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment