આટલી ઘરાકી દૂધની ડેરી કે કરિયાણાની દુકાનમાં પણ ન જોવા મળે, ગોંડલમાં માવા-બીડી લેવા લોકોએ લાઇન લગાવી - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 20, 2020

આટલી ઘરાકી દૂધની ડેરી કે કરિયાણાની દુકાનમાં પણ ન જોવા મળે, ગોંડલમાં માવા-બીડી લેવા લોકોએ લાઇન લગાવી

લોકડાઉનના ચોથા ચરણમાં પ્રશાસન અને ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા એકી-બેકી સંખ્યા મુજબ દુકાનો ખોલવાની મંજૂરી અપાતા આજે ગોંડલના કૈલાશ બાગ રોડ પર આવેલી બાલકૃષ્ણ સેલ્સ એજન્સી પર સોપારી, પાન, તમાકુનો જથ્થો લેવા લોકોની ભીડ જામી હતી. આ તકે એવું જણાય રહ્યું હતું કે લોકો કેટલા વ્યસનના અજગર ભરડામાં સપડાઇ ગયા છે. આટલી મોટી ભીડ તો દૂધની ડેરી કે કિરાણા સ્ટોરમાં પણ ક્યારેય જોવા મળતી નથી.

ગોંડલમાં લોકડાઉન 4ના બે દિવસ બાદ પાન-માવાની દુકાનો ખુલી

રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેઇનમેન્ટ જોનમાં તમાકુ, પાન, માવાની દુકાન ખોલવાની છૂટ આપી છે. ત્યારે ગોંડલમાં 2 દિવસ બાદ હોલસેલ પાન બીડી એજન્સીના વેપારીઓએ દુકાન ખોલી છે. ગોંડલમાં લોકડાઉન દરમિયાન ઘણી દુકાન સીલ હોવાથી આજ રોજ દુકાન ખોલી છે.તમાકુ તેમજ બીડીના બંધાણીઓએ લાંબી કતાર લગાવી છે.આજ સુધી તમાકુ ,પાન, બીડીની દુકાનો ખુલી ન હોવાથી વ્યસનીઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી.

(હિમાંશુ પુરોહિત/દેવાંગ ભોજાણી, ગોંડલ)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માવા, બીડી, તમાકુ લેવા લોકોએ પડાપડી કરી


via news-rs24

No comments:

Post a Comment