પોઝિટિવ કેસનો આંક 750 પર પહોંચ્યો, મૃત્યુઆંક 35 અને રિકવરી આંક 453 થયો - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 20, 2020

પોઝિટિવ કેસનો આંક 750 પર પહોંચ્યો, મૃત્યુઆંક 35 અને રિકવરી આંક 453 થયો

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 750 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 35 ઉપર પહોંચ્યો છે. વડોદરામાં ગતરોજ વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત થતાં વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 453 દર્દી સાજા થયા છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની 250 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, તે પૈકી 14ની હાલત હજી પણ ચિંતાજનક છે, જે પૈકી 8ને ઓક્સિજન પર અને 6ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ભાઇલાલ અમીન હોસ્પિટલમાં વધુ 6 કોરોનાગ્રસ્ત

ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ફરજ બજાવતાં ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતાં સુષ્માબેન ખ્રિસ્તિ, નવાયાર્ડ વિસ્તારમાં રહેતાં સુમન ચૌહાણ, ગોરવા વાલ્મીકિનગરમાં રહેતાં સવિતાબેન સોલંકી, ગોરવા શાકમાર્કેટ પાસે રહેતા વિજય માઇકલ, મૂળ અમદાવાદની પણ હાલમાં વડોદરામાં રહેતાં જિજ્ઞાસા ત્રિવેદી અને સમતાના સંજય મકવાણા સહિત 10 પોઝિટિવ દર્દીઓ ભાઇલાલ અમીન હોસ્પિટલમાં કાર્યરત હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાઇલાલ અમીન હોસ્પિટલ બંધ કરતાં કેટલાક કર્મચારીઓને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે અને હોસ્પિટલમાં ન આવવાનું જણાવાયું છે. બીજી તરફ જે પોઝિટિવ આવ્યા છે તેમને હાલમાં હોસ્પિટલમાં જ સારવાર માટે રાખ્યા હોવાનું જાણવા મળે છે. જોકે હોસ્પિટલની આ તમામ બાબતો વિશે કોઇ સત્તાવાર સ્પષ્ટતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નથી. નવા નોંધાયેલા કેસ પાણીગેટમાં 2 અને વાડીમાં 3 પોઝિટિવ કેસો અને નાગરવાડા, સમતા, ગોરવા, કાછિયાવાડમાં પણ નવા કોરોના પોઝિટિવ કેસો આવ્યા હોવાનું જાણવા મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Vadodara Live, 21 May 2020, The number of positive cases increased with the number of deaths and recovery


via news-rs24

No comments:

Post a Comment