દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1.5 લાખની નજીક પહોંચી ગઈ છે. મોતનો આંકડો પણ 4 હજારની પાર પહોંચી ગયો છે. કેસ વધવાનું એક કારણ ટેસ્ટિંગમાં વધારો કરવાનું પણ છે. ગત એક સપ્તાહથી દરરોજ લગભગ 1 લાખ ટેસ્ટ કરાઈ રહ્યા છે. અને 26 મે સુધી 31.26 લાખથી વધારે ટેસ્ટ થઈ ચુક્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે ગત દિવસોમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હવે ટેસ્ટિંગ પર જ ભાર આપવામાં આવી રહ્યો છે.
દેશમાં કેટલી લેબ
આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે, 26 મે સુધી દેશમાં આરટી-પીસીઆર માટે 453 લેબ છે. જેમાંથી 304 સરકારી અને 149 ખાનગી લેબ છે. આરટી-પીસીઆર સિવાય ટ્રૂનેટ ટેસ્ટ માટે 105 અને સીબીએનએએટી માટે 54 લેબ છે. જો કે કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટ જ સૌથી વધારે જરૂરી છે.
પરંતુ હાલ પણ દેશના 531 જિલ્લામાં કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટિંગ લેબ જ નથી. દેશમાં 37 રાજ્યોમાં 733 જિલ્લા છે. અમારી પાસે 717 જિલ્લાનો ડેટા છે. જેમાંથી 186 જિલ્લા જ એવા છે, જેમાં ટેસ્ટિંગ લેબ છે. ઘણા જિલ્લામાંથી એકથી વધુ ટેસ્ટિંગ લેબ પણ છે. જેમ કે મુંબઈમાં જ આરટી-પીસીઆર માટે 9 ટેસ્ટિંગ લેબ છે.
427 જિલ્લામાં ઓછામાં ઓછા એક દર્દી, પરંતુ અહીંયા ટેસ્ટિંગ લેબ નથી
717 જિલ્લામાંથી 427 જિલ્લા એવા છે જ્યાં ઓછોમાં ઓછા એક જ કોરોના સંક્રમિત છે. તેમ છતા પણ અહીંયા એક પણ ટેસ્ટિંગ લેબ નથી. જેનો અર્થ તો એ જ થયો કે જો આ જિલ્લામાં કોરોના સંક્રમિત મળે પણ છે, તો તેનો ટેસ્ટ રિપોર્ટ આવવામાં જ ટાઈમ લાગી જશે. કારણ કે તેમને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ અન્ય જિલ્લામાં મોકલવું પડે છે.
સાથે જ 104 જિલ્લા એવા પણ છે જ્યાં કોરોનાનો એક પણ દર્દી નથી અને એક પણ ટેસ્ટિંગ લેબ નથી.
સૌથી વધુ અસરગ્રસ્ત 10 રાજ્યઃ તમિલનાડુના 32માંથી 28 જિલ્લામાં લેબ
કોરોનાની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર પર થઈ છે. અહીંયા 26 મે સુધી 52 હજાર 667 દર્દીઓ સામે આવ્યા છે. અહીંયાના 36માંથી 16 જિલ્લામાં આરટી-પીસીઆર માટે ટેસ્ટિંગ લેબ છે. જ્યારે કુલ 62 ટેસ્ટિંગ લેબ છે. કોરોના દર્દીઓની સંખ્યાના કેસમાં બીજા નંબરે તમિલનાડુ છે. અહીંયા 17 હજાર 82 કેસ આવી ચુક્યા છે. તમિલનાડુ દેશનું એક માત્ર એવું રાજ્ય છે જ્યાં 32 માંથી 28 જિલ્લાઓ એટલે કે 87.5 ટકા જિલ્લામાં ટેસ્ટિંગ લેબ છે. સૌથી વધારે ટેસ્ટિંગ લેબના કેસમાં પણ તમિલનાડુ પહેલા નંબરે છે. અહીંયા 28 જિલ્લ્માં 65 લેબ છે.
સારી વાત તો એ છે કે, 1 એપ્રિલ બાદથી અત્યાર સુધી 10 લાખ લોકો પર ટેસ્ટિગ 70 ગણું વધ્યું છે
1 એપ્રિલે દેશમાં દર 10 લાખ લોકો પર માત્ર 32 લોકોની જ કોરોના તપાસ થઈ રહી હતી. 30 એપ્રિલે આ આંકડો 32થી વધીને 616 થઈ ગયો હતો.
હાલ 24 મે સુધીના જ આંકડા છે. અને તેના જણાવ્યા પ્રમાણે, 24 મે સુધી દેશમાં દર 10 લાખ લોકોમાંથી 2 હજાર 159 લોકોના કોરોનાની તપાસ થઈ ચુકી છે. એટલે કે 1 એપ્રિલ બાદથી દર 10 લાખ લોકો પર કોરોના ટેસ્ટિંગના આંકડા 24 મે સુધી લગભગ 70 ગણા વધ્યા છે.
સાથે જ રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હીમાં દક10 લાખ લોકોમાંથી સૌથી વધારે 8 હજાર 494 લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં દર 10 લાખ લોકોમાંથી 2 હજાર 909 લોકોનું ટેસ્ટિંગ થયું છે. જ્યારે બિહારમાં 24 મે સુધી 10 લાખ લોકોમાંથી માત્ર 524 લોકોનું જ ટેસ્ટિંગ થયું છે
(નોંધઃ આ તમામ આંકડા આઈસીએમઆર અને સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનમાંથી લેવાયા છે. ટેસ્ટિંગ લેબમાં માત્ર આરટી-પીસીઆરને જ સામેલ કરાયા છે. જેમાં ટ્રૂનેટ અને સીબીએનએએટી ટેસ્ટ માટે બર્ની લેબના આંકડા નથી લીધા )
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment