વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 53 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. જેમાં 3.40 લાખ લોકોના મોત થયા છે. 21. 59 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.
સંક્રમણની દ્રષ્ટિએ બ્રાઝીલ બીજા નંબરે, 24 કલાકમાં એક હજારના મોત
બ્રાઝીલમાં 3 લાખ 32 હજાર 382 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે સંક્રમણની દ્રષ્ટિએ અમેરિકા પછી બ્રાઝીલ આવી ગયું છે. અહીં 21 હજાર 116 લોકોના મોત થયા છે.બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં એક હજાર લોકોના મોત થયા છે અને 20 હજાર 803 નવા કેસ નોધાયા છે. એક દિવસ પહેલા અહીં 1188 લોકોના મોત થયા હતા અને 18 હજાર 508 નવા કેસ નોંધાયા હતા.
અમેરિકામાં મૃત્યુઆંક 98 હજાર નજીક
અમેરિકામાં 16.45 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 97 હજાર 647 લોકોના મોત થયા છે. ચાર લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
રશિયામાં 3 લાખ 26 હજાર 448 પોઝિટિવ કેસ નોંધાય છે અને અહીં 3249 લોકોએ જીવ ગુમાવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ચીલીમાં 4276 કેસ નોંધાયા છે અને 41 લોકોના મોત થયા છે. અહીં કુલ 61 હજાર 857 કેસ નોંધાયા છે અને 630 લોકોના મોત થયા છે.
આજે કોરોનાની કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ
| દેશ | કેસ | મોત |
| અમેરિકા | 16,45,094 | 97,647 |
| બ્રાઝીલ | 332,382 | 21,116 |
| રશિયા | 326,448 | 3,249 |
| સ્પેન | 281,904 | 28,628 |
| બ્રિટન | 254,195 | 36,393 |
| ઈટાલી | 228,658 | 32,616 |
| ફ્રાન્સ | 182,219 | 28,289 |
| જર્મની | 179,713 | 8,352 |
| તુર્કી | 154,500 | 4,276 |
| ઈરાન | 131,652 | 7,300 |
| ભારત | 124,794 | 3,726 |
| પેરુ | 111,698 | 3,244 |
| ચીન | 82,971 | 4,634 |
| કેનાડા | 82,480 | 6,250 |
| સાઉદી અરબ | 67,719 | 364 |
| મેક્સિકો | 62,527 | 6,989 |
| ચીલી | 61,857 | 630 |
| બેલ્જિયમ | 56,511 | 9,212 |
| પાકિસ્તાન | 50,694 | 1,067 |
| નેધરલેન્ડ | 44,888 | 5,788 |
| કતાર | 40,481 | 19 |
| બેલારુસ | 34,303 | 190 |
| સ્વીડન | 32,809 | 3,925 |
| સ્વિત્ઝરલેન્ડ | 30,707 | 1,903 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment