રાજ્યમાં 19 માર્ચના રોજ પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાયાના 64 દિવસમાં કુલ કેસોનો આંકડો 13 હજારને પાર અને મોતનો આંકડો 800ને પાર થયો છે. જ્યારે છેલ્લા 23 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. શુક્રવારે રાજ્યમાં 363 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 13268 થઈ છે જ્યારે વધુ 29 મોત સાથે કુલ મોતનો આંકડો 802 થયો છે.
63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
|
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 29 એપ્રિલ | 308 (250) |
| 30 એપ્રિલ | 313(249) |
| 1 મે | 326 (267) |
| 2 મે | 333 (250) |
| 3 મે | 374 (274) |
| 4મે | 376 (259) |
| 5મે | 441(349) |
| 6મે | 380 (291) |
| 7મે | 388 (275) |
| 8મે | 390 (269) |
| 9મે | 394(280) |
| 10મે | 398 (278) |
| 11મે | 347 (268) |
| 12મે | 362 (267) |
| 13મે | 364 (292) |
| 14મે | 324 (265) |
| 15 મે | 340(261) |
| 16 મે | 348(264) |
| 17 મે | 391(276) |
| 18 મે | 366(263) |
| 19 મે | 395(262) |
| 20 મે | 398(271) |
| 21 મે | 371 (233) |
| 22 મે | 363(275) |
ક્યાં કેટલા નવા કેસ
અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3,આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
કુલ 13,273દર્દી, 802ના મોત અને 5880 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
|
શહેર |
પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 9724 | 645 | 3658 |
| સુરત | 1256 | 57 | 850 |
| વડોદરા | 771 | 35 | 475 |
| ગાંધીનગર | 201 | 10 | 104 |
| ભાવનગર | 114 | 8 | 86 |
| બનાસકાંઠા | 99 | 4 | 78 |
| આણંદ | 87 | 9 | 75 |
| અરવલ્લી | 93 | 3 | 76 |
| રાજકોટ | 83 | 2 | 55 |
| મહેસાણા | 95 | 4 | 51 |
| પંચમહાલ | 72 | 6 | 61 |
| બોટાદ | 56 | 1 | 54 |
| મહીસાગર | 77 | 1 | 40 |
| પાટણ | 69 | 4 | 26 |
| ખેડા | 57 | 3 | 28 |
| સાબરકાંઠા | 63 | 3 | 20 |
| જામનગર | 46 | 2 | 26 |
| ભરૂચ | 37 | 3 | 28 |
| કચ્છ | 64 | 1 | 6 |
| દાહોદ | 32 | 0 | 18 |
| ગીર-સોમનાથ | 38 | 0 | 3 |
| છોટાઉદેપુર | 22 | 0 | 17 |
| વલસાડ | 18 | 1 | 4 |
| નર્મદા | 15 | 0 | 13 |
| દેવભૂમિ દ્વારકા | 12 | 0 | 4 |
| જૂનાગઢ | 18 | 0 | 4 |
| નવસારી | 14 | 0 | 8 |
| પોરબંદર | 5 | 0 | 3 |
| સુરેન્દ્રનગર | 16 | 0 | 3 |
| મોરબી | 2 | 0 | 2 |
| તાપી | 3 | 0 | 2 |
| ડાંગ | 2 | 0 | 2 |
| અમરેલી | 2 | 0 | 0 |
| અન્ય રાજ્ય | 5 | 0 | 0 |
| કુલ | 13,273 | 802 | 5880 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment