બડગામમાં લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી સહિત 3 વ્યક્તિની ધરપકડ, આ વિસ્તારમાં 9 દિવસમાં 8 આતંકવાદી અને મદદગાર પકડાયા છે - News

Breaking

Artikel Terbaru

Saturday, May 23, 2020

બડગામમાં લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી સહિત 3 વ્યક્તિની ધરપકડ, આ વિસ્તારમાં 9 દિવસમાં 8 આતંકવાદી અને મદદગાર પકડાયા છે

કાશ્મીરના બડગામમાં પોલીસ અને આર્મીની 53મી RR યુનિટે લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી વસીમ ગનીની ધરપકડ કરી છે. તે બીરવાહનો રહેવાસી છે. વસીમ ઉપરાંત તેના અન્ય બે સહયોગીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો આતંકવાદીઓને આ વિસ્તારમાં લોજિસ્ટીક સપોર્ટ સાથે શરણ પણ આપી રહ્યા હતા.આ અગાઉ, સુરક્ષા દળોએ 16 મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબમાં એક સુરંગ મળી આવી હતી. આ સાથે લશ્કર-એ-તોઈબાના મદદગાર જહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

સુરંગ જહૂર વાણીના ઘરથી માંડ 500 મીટર અંતર પર આ સુરંગ મળી આવી હતી

  • પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરંગમાંથી મળી આવેલા સામાનને જોતા આવું લાગે છે કે આતંકવાદી કેટલાક દિવસો સુધી અહીં રોકાયા હતા. આ સુરંગ જહૂર વાણીના ઘરથી આશરે 500 મીટર દૂર છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે લંબા સમયથી આતંકવાદીઓની મદદ કરવામાં આવી હતી.
  • પોલીસે કહ્યું કે વાણી અને તેના ચાર સહયોગી અરિજલ ખાનસૈબ વિસ્તારના રહેવાસી છે. આ તમામ લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓને લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવતા હતા. આ ગ્રુપ છેલ્લા કેટલાક મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હતું.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કાશ્મીર પોલીસ અને આર્મીની 53 RR યુનિટે લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી વસીમ ગનીની ધરપકડ કરી-ફોટો-ફાઈલ


via news-rs24

No comments:

Post a Comment