કોરોનાથી દેશમાં એક દિવસમાં સૌથી વધારે 210 લોકોનાં મોત - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 20, 2020

કોરોનાથી દેશમાં એક દિવસમાં સૌથી વધારે 210 લોકોનાં મોત

કોરોના વાઈરસના સંક્રમણના કારણે બુધવારે દેશમાં 210 દર્દીના મોત થઈ ગયા. 24 કલાકમાં થયેલા મોતની સંખ્યાનો આ સૌથી મોટો આંકડો છે. તેમાં 65 મોત મહારાષ્ટ્ર અને 30 ગુજરાતમાં થયા છે. બુધવારે દેશમાં 5,092 નવા સંક્રમિત પણ મળ્યા. દેશમાં હવે કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 1,10,590 થઈ ગયો છે. તેમાંથી 3,355 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 44,757 દર્દી સાજા થઈ શક્યા છે.
મહારાષ્ટ્રમાં નવા 1,372 સંક્રમિતો અને 41 નવા મોત મુંબઈમાં નોંધાયા
દેશમાં સૌથી વધુ 2,250 નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ 32,297 સંક્રમિત મળી ચૂક્યા છે. દેશમાં થયેલા કુલ મોતમાં 1,390 એકલા મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં નવા 1,372 સંક્રમિતો અને 41 નવા મોત મુંબઈમાં નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધી 23,935 સંક્રમિત મળ્યા છે, જેમાંથી 841ના મોત થઈ ચૂક્યા છે. સંક્રમિતોની દૃષ્ટિએ જોઈએ તો બીજા રાજ્ય તમિલનાડુમાં 743 નવા સંક્રમિત મળ્યા છે. અહીં કુલ દર્દીનો આંકડો 13,191 સુધી પહોંચી ગયો છે. અહીં નવા દર્દીઓમાંથી 83 મહારાષ્ટ્રથી પરત આવ્યા હતા. 3 દર્દીના મોત સાથે તમિલનાડુમાં મૃતકઆંક 87 થઈ ગયો છે. તેના સિવાય દિલ્હીમાં 534, મધ્ય પ્રદેશમાં 270, રાજસ્થાનમાં 195, પ. બંગાળમાં 142, બિહારમાં 112 અને ઓડિશામાં 74 નવા દર્દી મળ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona killed 210 people in a single day in India


via news-rs24

No comments:

Post a Comment