સંક્રમિતોનો આંકડો 1,65,387એ પહોંચ્યો, 70,920 લોકો સારવાર બાદ સાજા થયા - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

સંક્રમિતોનો આંકડો 1,65,387એ પહોંચ્યો, 70,920 લોકો સારવાર બાદ સાજા થયા

દેશભરમાં 1,65,387 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 70,920 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 4,711 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સૌથી વધુ 59,546 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અને 1,982 લોકોના મોત થયા છે. બીજા નંબરે તમિલનાડુમાં 19,372 સંક્રમિત થયા છે અને 148 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ગુરુવારે 192 નવા કેસ અને 8 લોકોના મોત થયા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 7453 થઈ ગયા છે. રાજ્યમાં 52માંથી 51 જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયા છે. કટનીમાં 9 વર્ષની બાળકી સંક્રમિત મળી આવી છે. આ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ છે. હવે નિવાડી જિલ્લો સંક્રમણથી બચ્યા છે.

મહારાષ્ટ્રઃ ગુરુવારે સંક્રમણના 2598 નવા કેસ સામે આવ્યા હતા, 698 દર્દી સાજા થયા અને 85 મોત થયા છે. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 59 હજાર 546 થઈ ગયા છે. 18 હજાર 616 લોકો સાજા થયા છે, જ્યારે કુલ 1982 લોકોએ બિમારીથી જીવ ગુમાવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં પ્રવાસીઓના કારણે ગામમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુરુવારે કોરોનાના 179 દર્દી મળ્યા અને 15 લોકોના મોત થયા હતા.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે સંક્રમણના 251 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઝાલાવાડમાં 69, જોધપુરમાં 64, પાલીમાં 32, ભરતપુરમાં 12, કોટામાં 9 અને જયપુરમાં 7 દર્દી મળ્યા હતા. 253 સંક્રમિત સાજા થયા હતા અને 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 33 જિલ્લામાં સુધી પહોંચી ગયો છે. બૂંદી જિલ્લામાં બુધવારે રાતે પહેલી સંક્રમિત દર્દી મળી હતી.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે 149 દર્દીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી ગયામાં 12, નવાદામાં 10, પૂર્ણિયામાં 08, સીવાન, ભાગલપુર અને ખગડિયામાં 5-5, સુપોલમાં 03, ગોપાલગંજમાં 2, જ્યારે ઔરંગાબાદ અને બેગૂસરાયમાં 1-1 દર્દી મળ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Coronavirus In India Live News And Updates Of 29th May


via news-rs24

No comments:

Post a Comment