દેશભરમાં અત્યાર સુધી 1,73,491 લોકો સંક્રમિત થયા છે અને 4,980 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી 82,627 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 62,228 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 2,098 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 20,246 લોકો સંક્રમિત થયા છે અને 157 લોકોના મોત થયા છે.તો આ તરફ 17,386 દર્દીઓ સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. અહીંયા 398 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ શુક્રવારે અહીંયા સંક્રમણના 192 નવા કેસ સામે આવ્યા હતા અને 13 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 84, સાગરમાં 27, ભોપાલમાં 22 અને ઉજ્જૈનમાં 19 દર્દી મળ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને 7645 થઈ ગઈ છે. અત્યાર સુધી 4269 દર્દી સાજા થયા છે અને 334 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રઃ શુક્રવારે સંક્રમણના 2682 કેસ મળ્યા હતા. એક દિવસમાં રેકોર્ડ 8381 દર્દી સાજા થયા અને 116 લોકોના મોત થયા હતા. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 62 હજાર 228 થઈ ગઈ છે. 26 હજાર 997 લોકો સાજા થયા છે, જ્યારે કુલ 2098 લોકોના આ બિમારીના કારણે મોત થયા છે.
ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં પ્રવાસીઓના કારણે ગામમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે કોરોનાના 275 દર્દી મળ્યા અને 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 7445 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 1820 પ્રવાસી મજૂર છે. રાજ્યમાં આ બિમારીથી 201 લોકોના મોત થયા છે.
રાજસ્થાનઃ અહીંયા શુક્રવારે 298 સંક્રમિત મળ્યા હતા. જેમાં જોધપુરના 67, ઝાલાવાડના 42, ભરતપુરના 45, જયપુરના 23 દર્દી સામેલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 8365એ પહોંચ્યો છે.
બિહારઃ રાજ્યમાં શુક્રવારે 174 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેમાંથી ભાગલપુરમાં 25, શેખપુરામાં 20, જહાનાબાદમાં 19 અને મધુબનીમાં 14 દર્દી મળ્યા છે. દર્દીઓની સંખ્યા 3359 થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment