લોન સસ્તી કરવા માટે રેપો રેટ 0.40% ઘટાડ્યો, EMIમાં છૂટની સ્કીમ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે - News

Breaking

Artikel Terbaru

Thursday, May 21, 2020

લોન સસ્તી કરવા માટે રેપો રેટ 0.40% ઘટાડ્યો, EMIમાં છૂટની સ્કીમ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી. તેમાં રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણે રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 ટકાથી ઘટીને 3.35 ટકા કરવામાં આવ્યો છે.લોનના હપ્તા ચૂકવવામાં છૂટનો સમય વધુ 3 મહિના લંબાવવામાં આવ્યો છે. ઓગસ્ટ સુધી આ ફાયદો મળતો રહેશે. મોનિટરી પોલીસી કમિટીના 6માંથી 5 સભ્યોએ રેપો રેટ ઘટાડવાના પક્ષમાં વોટ કર્યો હતો. કમિટીની બેઠક 3 જૂનથી થવાની હતી, પરંતુ તેને પહેલા જ કરવામાં આવી.

PMI 11 વર્ષના નીચલ સ્તરે

  • કોરોનાવાઈરસના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. એપ્રિલમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ PMI ઘટીને 11 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડબલ્યુટીઓના જણાવ્યા મુજબ, વિશ્વમાં કારોબાર આ વર્ષે 13-32 ટકા સુધી ઘટી શકે છે.
  • બે મહીનાના લોકડાઉનથી દેશમાં આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્ડસ્ટ્રીવાળા ટોપ-6 રાજ્યોના મોટા ભાગના વિસ્તારો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. આ રાજ્યોની ઈન્ડસ્ટ્રીઓનું આર્થિક ગતિવિધિઓમાં 60 ટકા કન્ટ્રીબ્યુશન હોય છે.
  • કોરોનાની અસરને જોતા 2020-21ના પ્રથમ છ મહિનામાં GDP ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. બીજા છ મહિનામાં કેટલીક તેજી આવી શકે છે.
  • RBI સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈકોનોમિના તમામ સેગમેન્ટ પર અમારી ટીમની નજર છે. ફેબ્રુઆરીમાં અમે કહ્યું હતું કે કોરોનાના કારણે ગ્લોબલ ગ્રોથમાં ઘટાડો આવશે. ત્યારથી RBIએ લિક્વિડિટીના મુદ્દે ઘણા નિર્ણયો કર્યા છે.

છેલ્લા બે મહિનામાં ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ

કોરોનાવાઈરસ સંબંધી મુશ્કેલીને દુર કરવા માટે છેલ્લા બે મહિનામાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રીજી પ્રેસ કોન્ફોરન્સ કરશે. આરબીઆઈના ગવર્નરે પ્રથમ પ્રેસ કોન્ફોરન્સ 27 માર્ચ અને બીજી પ્રેસ કોન્ફોરન્સ 17 એપ્રિલે કરી હતી. આ બંને પ્રેસ કોન્ફોરન્સમાં ગવર્નરે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને બેન્કિંગ સેકટરમાં લિક્વિડિટી વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
RBI Governor Shaktikant Das's press conference at 10 a.m., big announcement on economy likely


via news-rs24

No comments:

Post a Comment