મહિંદા રાજપક્ષેની પાર્ટી SLPPને ભારે બહુમતી મળી, 225માંથી 145 બેઠકો પર જીત; PM મોદીએ શુભેચ્છા પાઠવી - News

Breaking

Artikel Terbaru

Thursday, August 6, 2020

મહિંદા રાજપક્ષેની પાર્ટી SLPPને ભારે બહુમતી મળી, 225માંથી 145 બેઠકો પર જીત; PM મોદીએ શુભેચ્છા પાઠવી

શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપુલ્સ પાર્ટી(SLPP)એ બે તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવી છે. આ પરિણામો પછી હવે મહિંદા રાજપક્ષે વડાપ્રધાન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂઝાન જોતા જ ગુરુવારે ફોન કરીને મહિંદા રાજપક્ષેને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રીલંકામાં બુધવારે ચૂંટણી યોજાઈ હતી. ગુરુવારે મતગણતરી શરૂ થઈ હતી. શુક્રવાર સવારે સત્તાવાર રીતે પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. મહિંદા રાજપક્ષેની પાર્ટી 9 મહિના પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પણ જીતી હતી. ત્યારપછી નાના ભાઈ ગોતબાયા રાજપક્ષેએ 18 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Latest News Updates Mahinda Rajapaksa led SLPP Registers Landslide Victory In Sri Lanka's Parliamentary Polls


via news-rs24

No comments:

Post a Comment