ગૂગલને લોકોએ પૂછ્યું - ઘરમાં કોરોનાની વેક્સિન કેવી રીતે બનાવવી?, અમિતાભ અને ઐશ્વર્યા બચ્ચન કોરોના પોઝિટવ ન્યૂઝ ટ્રેન્ડમાં રહ્યાં - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

ગૂગલને લોકોએ પૂછ્યું - ઘરમાં કોરોનાની વેક્સિન કેવી રીતે બનાવવી?, અમિતાભ અને ઐશ્વર્યા બચ્ચન કોરોના પોઝિટવ ન્યૂઝ ટ્રેન્ડમાં રહ્યાં

કોરોના વાઈરસના ફેલાવાને લીધો લોકો કેટલી હદે ચિંતિત બન્યા છે તેની ઝાંખી ગૂગલ ટ્રેન્ડના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાઈ રહી છે. ભારતમાં જુલાઈમાં 15 સૌથી વધુ સર્ચ થતાં વિષયોમાં કોરોના વાઈરસ ટ્રેન્ડિંગ રહ્યો છે. ટોપ ટ્રેન્ડિંગમાં અમિતાભ બચ્ચનની કોરોના પોઝિટિવ હોવાની માહિતી પ્રથમ સ્થાને, બીજા ક્રમે ઘર પર કોરોના વેક્સિન કેવી રીતે બનાવવી જેવા વિષય પર સર્ચ થયું છે. અમિતાભ કોરોના પોઝિટિવ હોવા અંગે સર્ચમાં 5000 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ આ મહામારીથી બચવા માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલી સ્વાસ્થ્ય વીમા પોલિસી પણ સર્ચ કરવામાં આવી છે.

કોરોના વેક્સિન અંગે પણ લોકોએ સર્ચ કર્યું
‘કોરોના કવચ’ અને ‘કોરોના રક્ષક’માં કોરોના કવચનું સર્ચિંગ 5 હજાર ટકા વધ્યું છે. જ્યારે કોરોના રક્ષક પોલિસીમાં 3300 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચનના કોરોના વાઈરસ પોઝિટિવ ન્યૂઝ સર્ચમાં 2550 ટકાનો વધારો થયો છે. કોરોના વેક્સિન ઉપરાંત તેનાં લક્ષણો વિશે પણ મોટા પાયે સર્ચિંગ જોવા મળ્યું છે.

સર્ચિંગમાં જુલાઈમાં 10 ટકા વૃદ્ધિ
મહામારીનાં લક્ષણોના સર્ચિંગમાં જૂનની તુલનાએ જુલાઈમાં 10 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ માર્ચમાં આ વિષય પર સૌથી વધુ સર્ચ થયું હતું. ત્યારબાદ જુલાઈમાં જોવા મળ્યું છે. રાજ્યોમાં જુલાઈમાં પૂર્વોત્તર સિક્કીમમાં લોકોએ સૌથી વધુ આ મહામારીનાં લક્ષણો વિશે સર્ચ કર્યુ છે. ત્યારબાદ દમણ-દીવ અને આંદામાન અને નિકોબાર ટાપુમાં સૌથી વધુ સર્ચ થયું છે. કોરોના વાઈરસ વિશે સૌથી વધુ સર્ચ ઝારખંડમાં જોવા મળ્યું છે.

સૌથી વધુ સર્ચ થતા પ્રશ્નો

  • શું કેસીઆર કોરોના પોઝિટિવ થયા છે?
  • શું નબળાઈ પણ કોરોનાનું લક્ષણ છે?
  • શું ડાયેરિયા કોરોનાનું લક્ષણ છે?
  • શું ખાંસી પણ કોરોનાનું લક્ષણ છે?
  • શું કોરોના હવામાં પેદા થતો રોગ છે?

સૌથી વધુ સર્ચઃ ઝારખંડ, ગોવા, ચંદીગઢ, દમણ-દીવ, ઉત્તરાખંડ,સિક્કિમ, મેઘાલય દિલ્હી, દાદર નગર હવેલી, હિમાચલ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
People ask Google - how to make corona vaccine at home ?, Amitabh and Aishwarya Bachchan stay in corona positive news trend


via news-rs24

No comments:

Post a Comment