ધોળકા પાસે આવેલા કેલીયા વાસણા ગામમાં પાડોશમાં રહેત શખ્સે ત્રણ મહિલાને ધારીયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. એક સાથે ત્રણ મહિલાની હત્યા થતા સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પડોશમાં રહેતો યુવક ઘરમાંથી બુમો પડતો પાડતો નીકળ્યો કે આજે ગામની બધી સ્ત્રીઓને નહિ છોડું અને પડોશની જ ત્રણ મહિલાની હત્યા કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
બે બાળકો રૂમમાં પૂરાઈ જતા બચી ગયાં
પડોશમાં રહેતા રાજુ પટેલે બપોરના 4 વાગ્યાના સમયે બાજુમાં રહેતા વિજય પટેલના ઘરે જઈ જશોદાબેન, તેમની વહુ સુમિત્રા અને પૌત્રીની ધારિયા વડે હત્યા કરી હતી. આ વખતે વિજયભાઈની 12 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરો ઘરની રૂમમાં સાંકળ વાસીને પૂરાઈ જતા તેમનો જીવ બચી ગયો. આરોપીએ 3 જણાંની હત્યા કરી અન્ય લોકોની હત્યા કરવા દોડ્યો હતો. ત્યારે જ તે ઝડપાઈ ગયો હતો.
આરોપી અને તેનો ભાઈ અપરિણિત હતો
આરોપી મૂળ કેલીયા વાસણા ગામનો વતની છે. કામને કારણે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો આરોપી કોરોનાને કારણે કામ ધંધો છૂટી જતા છેલ્લા 3 મહિનાથી તેના ઘરે રહેવા આવ્યો હતો. હજુ સુધી હત્યાનું સાચું કારણ નથી મળી રહ્યું. પરંતુ ગામના લોકોના કહેવા મુજબ ગામની સ્ત્રીઓને મારી નાખવી છે તેવી બૂમો પાડીને આરોપી એક પછી એક 2 મહિલા અને 1 સગીરાની ધારીયા વડે હત્યા કરી ગામની અન્ય એક મહિલાની હત્યા કરવા નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી રાજુ પટેલ અને તેનો ભાઈ બંને અપરણિત છે. ત્યારે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે કે, આરોપી એ મહિલાની જ હત્યા કેમ કરી? હાલ તો પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી કારણ જાણવા મથી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment