અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહારથી જ પોલીસકર્મીનું બાઇક ચોરો બિન્ધાસ્ત ઉઠાવી ગયા, હવે શોધખોળ શરૂ - News

Breaking

Artikel Terbaru

Friday, August 7, 2020

અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહારથી જ પોલીસકર્મીનું બાઇક ચોરો બિન્ધાસ્ત ઉઠાવી ગયા, હવે શોધખોળ શરૂ

શહેરમાં ચોરીના બનાવો બનતાં હોય છે. પરંતુ એક ચોરની હિંમત એવી થઈ છેકે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસકર્મીનું બાઇક ચોરી લીધું છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હવે પોતાના જ કર્મચારીના બાઇક ચોરની શોધખોળ શરૂ કરી છે.

સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મનહર પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 28 જુલાઈએ તેમની નાઈટ ડ્યુટી હોવાથી બાઇક લઇ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બાઇક બ્રિજની નીચે પાર્ક કર્યું હતું. દરમ્યાનમાં વહેલી સવારે નોકરી પતી ગયા બાદ બાઇક લેવા જતા બાઇક ગાયબ હતું. કોઈ અજાણ્યો શખ્સ બાઇક ચોરી કરી નાસી ગયો હતો. ચોરની પણ ગજબ હિંમત છે કે, પોલીસ સ્ટેશન બહારથી જ મોડી રાતે બાઇક ચોરી કરી લીધી છે. હાલ બહારના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર પ્રતિકાત્મક છે


via news-rs24

No comments:

Post a Comment