કેરળના અનંતપુરા લેક મંદિરમાં 70થી વધારે ઔષધીઓથી બનેલી મૂર્તિઓ છે, આ દેવાલય નદીની વચોવચ બનેલું છે - News

Breaking

Artikel Terbaru

Friday, August 7, 2020

કેરળના અનંતપુરા લેક મંદિરમાં 70થી વધારે ઔષધીઓથી બનેલી મૂર્તિઓ છે, આ દેવાલય નદીની વચોવચ બનેલું છે

ભારતના અનોખા તીર્થ સ્થાનોમાં કેરળનું અનંતપુરા લેક મંદિર પણ સામેલ છે. કાસરગોડ જિલ્લાના અનંતપુર ગામમાં બનેલું આ મંદિર અનંત પદ્મનાભસ્વામી મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નદીમાં વચોવચ બનેલું આ રાજ્યનું એકમાત્ર મંદિર છે. આ નદી લગભગ 302 વર્ગ કિમીમાં ફેલાયેલી છે, જેની ચારેય બાજુ ઘટાદાર વૃક્ષ છે. આ નદી પાસે જોવા લાયક એક ગુફા છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં ભગવાન વિષ્ણુ પાંચ ફેણ ફેલાવતાં નાગ ઉપર વિરાજમાન છે.

9મી સદીમાં આ મંદિર બનેલું છેઃ-
લગભગ 9મી સદીમાં બનેલાં ભગવાન વિષ્ણુના આ મંદિરને અનંત-પદ્મનાભસ્વામી પણ કહેવામાં આવે છે. મંદિરની સંરચના ખૂબ જ આકર્ષક છે. બહારની સંરચનાથી વધારે ધ્યાન અહીંનું ગર્ભગૃહ ધ્યાન ખેંચે છે. અહીં જેટલી પણ મૂર્તિઓ છે તેઓ કોઇ ધાતુ કે પત્થરથી બનેલી નથી, પરંતુ તેનું નિર્માણ 70થી વધારે વિશેષ ઔષધીઓના મિશ્રણથી બનેલું છે, જેને કાદુશર્કરા યોગં કહેવામાં આવે છે. આ મંદિરમાં વિષ્ણુના દસ અવતારોની વાર્તા મંદિરના મંડપની છત ઉપર લાકડાની કોતરણીમાં જોવા મળે છે. આ કોતરણી ભગવાન વિષ્ણુના દસ અવતારોની કથાને દર્શાવે છે. તેમાંથી થોડાં અવતારને રંગવામાં આવ્યાં છે. ગર્ભગૃહની બંને બાજુ લાકડામાં દ્વાર-પાલક(જય અને વિજય)નની સુંદર કોતરણી કરવામાં આવી છે. માન્યતા છે કે, અહીં ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્વરૂપમાં પધાર્યા હતા અને ગુફા માર્ગથી તિરૂવનંતપુરમ ગયાં હતાં. આ સ્થાને એક સમયે દિવાકર મુની વિલ્વા મંગલમે ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી હતી એવું પણ મનાય છે.

ભગવાનના સંદેશાવાહક મગરઃ-
આ મંદિરની રક્ષા એક શાકાહારી મગર કરે છે, જે બિલકુલ પણ માંસનું સેવન કરતો નથી. તે શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતાં પ્રસાદને ગ્રહણ કરે છે. અત્યાર સુધી આ જીવે કોઇને પણ નુકસાન પહોંચાડ્યું નથી. ભક્ત આ નદીમાં સ્નાન પણ કરે છે. આ મગર બાબિઆના નામથી પણ ઓળખવામાં આવે છે. બાબિઆ અહીંનું સ્થાનિક રક્ષક અને ભગવાનના સંદેશાવાહક માનવામાં આવે છે. તેને ચોખામાંથી બનેલું વિશેષ ભોજન પરોસવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Anantapura Lake Temple in Kerala has more than 70 herbal idols, the temple is built in the middle of the river


via news-rs24

No comments:

Post a Comment