70 કરોડની વસતીનું ક્ષેત્ર હજુ પણ સંપૂર્ણપણે અનલૉક નથી, દેશના 734 જિલ્લામાંથી 376માં હજુ અનેક પ્રતિબંધ - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

70 કરોડની વસતીનું ક્ષેત્ર હજુ પણ સંપૂર્ણપણે અનલૉક નથી, દેશના 734 જિલ્લામાંથી 376માં હજુ અનેક પ્રતિબંધ

કોરોના ચેપને રોકવા માટે ભારતની આશરે 70 કરોડની વસતી હજુ પણ પૂર્ણ કે આંશિક લૉકડાઉનના પ્રતિબંધોનો સામનો કરી રહી છે. જોકે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે કોઈ પ્રતિબંધ નથી. ભારતમાં બે દિવસથી સતત 60 હજારથી વધુ નવા દર્દી મળી રહ્યા છે. એક અઠવાડિયાથી ભારતમાં બ્રાઝિલથી વધુ દર્દી મળી રહ્યા છે.

પૂર્ણ લૉકડાઉનઃ બિહાર-મણિપુરમાં 10 કરોડથી વધુ લોકોને અસર

  • બિહારમાં 1થી 16 ઓગસ્ટ સુધી લૉકડાઉન લાગુ છે. અહીં 71,794 દર્દી મળી ચૂક્યા છે.
  • મણિપુરમાં પણ તમામ 11 જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી લૉકડાઉન છે. અહીં 3466 દર્દી છે.

આંશિક લૉકડાઉનઃ 14 રાજ્યોની 60 કરોડ વસતી પ્રભાવિત
યુપી:
રાજ્યમાં વીકેન્ડ લૉકડાઉન. 20 કરોડ લોકો પ્રભાવિત. 1.13 લાખ દર્દી, 3.9%થી ઝડપે વધી રહ્યાં છે.
પંજાબ: રાત્રિ કર્ફ્યૂ. પોણા 3 કરોડ લોકો પર અસર. 21 હજાર દર્દી. 4.1%ના દરે વધી રહ્યા છે.
મહારાષ્ટ્ર: 14 જિલ્લામાં 3 કરોડ લોકો લૉકડાઉનમાં. પ્રતિબંધ 31 ઓગસ્ટ સુધી લાગુ. 4.90 લાખ દર્દી છે.
મધ્યપ્રદેશ: તમામ 52 જિલ્લામાં રવિવારે લૉકડાઉન. રોજ રાત્રિ કર્ફ્યૂ. 7.26 કરોડ લોકો પ્રભાવિત.
તમિલનાડુ: તમામ 37 જિલ્લામાં રવિવારે લૉકડાઉન. 7.21 કરોડ લોકો પ્રભાવિત. 1.9% ચેપનો દર.
જમ્મુ-કાશ્મીર: 20માંથી 10 જિલ્લામાં ઓગસ્ટના અંત સુધી લૉકડાઉન. 69 લાખ લોકો પ્રભાવિત.
રાજસ્થાન: 3 જિલ્લાના 12 લાખ લોકો પર પ્રતિબંધ. રાજ્યમાં ચેપની ઝડપ 2.4% છે.
ગુજરાત: એક જિલ્લાના આશરે 61 લાખ લોકો પર અંકુશ. રાજ્યમાં ચેપ 1.4%ના દરે વધી રહ્યો છે.
પ.બંગાળ: તમામ 23 જિલ્લામાં જુદી જુદી તારીખો પર લૉકડાઉન. એક કરોડ લોકો પ્રભાવિત.
ઓડિશા: 30 જિલ્લામાં આંશિક લૉકડાઉન. 4.2 કરોડ લોકો પ્રભાવિત. ચેપનો દર 4.6% છે.

  • અરુણાચલ અને આસામમાં વિકેન્ડ પર પ્રતિબંધ. નાગાલેન્ડ, મિઝોરમમાં ઓગસ્ટના અંત સુધી આંશિક પ્રતિબંધ રહેશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


via news-rs24

No comments:

Post a Comment