દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે.
15 દિવસ પહેલા બંને ભાગી જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતા નરેશના લગ્ન રમીલા(નામો બદલ્યું છે) સાથે 20 વર્ષ પહેલા સમાજના રિતી-રિવાજ પ્રમાણે થયા હતા. આ દરમિયાન તેઓ 2 પુત્ર અને 5 પુત્રીના પિતા બન્યા હતા. જોકે આધેડ અવસ્થામાં પહોંચી ગયેલી 7 સંતાનોની માતા રમીલાને તેની બાજુના ગામમાં રહેતા 5 સંતાનોના પિતા મહેશ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને પગલે નરેશ અને રમીલાના 20 વર્ષના સુખી સંસારમાં ભંગાણ પડ્યું હતું. 15 દિવસ પહેલા મહેશ અને રમીલા ઘરેથી ભાગી ગયા હતા. જેથી બંને પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બંને ન મળી આવતા પતિએ પત્નીને પાછી મેળવવા માટે પોલીસની મદદ લીધી છે.
પરિણીત પ્રેમી પ્રેમિકા ભાગી જતા બે પરિવાર પિંખાઇ ગયા
એક તરફ 7 સંતાનોની માતા ઘર છોડીને જતી રહેલા પિતા નરેશ તેના બાળકોને સાચવી રહ્યો છે અને બીજી તરફ 5 સંતાનોનો પિતા પરિવારને રામભરોસે છોડી દેતા હવે માતા તેના 5 સંતાનોને લઇને પિયરઓના સહારે જીવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment