5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ - News

Breaking

Artikel Terbaru

Monday, August 3, 2020

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. ત્યારે આજથી 8 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. માત્ર બે કલાકના ગાળામાં જ જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં 37 મિમિ અને કોડીનારમાં 15 મિમિ વરસાદ પડ્યો છે.

આજે રાજ્યમાં નોંધાયેલા 15 મિમિથી 4 ઈંચ સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જૂનાગઢ માંગરોળ 91
ગીર સોમનાથ સુત્રાપાડા 72
ગીર સોમનાથ વેરાવળ 37
ગીર સોમનાથ કોડીનાર 15

ગઈકાલે 3 ઓગસ્ટે રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો
ગઈકાલે રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં નોંધાયો હતો. ત્યારબાદ અમરેલીના બગસરામાં 33 મિમિ, ગીર સોમનાથના કોડીનારમાં 32 મિમિ, ગીર સોમનાથના વેરાવળમાં 12 મિમિ અને વલસાડના ધરમપુરમાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો.

3 ઓગસ્ટે રાજ્યમાં નોંધાયેલા 10 મિમિથી 4 ઈંચ સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
ગીર સોમનાથ સુત્રાપાડા 97
અમરેલી બગસરા 33
ગીર સોમનાથ કોડીનાર 32
ગીર સોમનાથ વેરાવળ 12
વલસાડ ધરમપુર 10

સંતોષકારક વરસાદ પડવાની શક્યતા
બંગાળની ખાડીમાં મંગળવારથી લો-પ્રેશર સક્રિય થવાથી તા. 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે તા. 3થી 6 ઓગસ્ટ દરમિયાન મુંબઇથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. અરબસાગરમાં દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે. જેથી તા 3 થી 6 માં મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ તા. 5 અને 6 ઓગસ્ટની આસપાસ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છવાશે. જેની અસર રૂપે રાજ્યમાં તા 4 થી 8 માં (ખાસ તા 6/7 માં) સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. તેમજ રાજ્યનાં જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે એવા વિસ્તારોમાં પણ સંતોષકારક વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.

વરસાદની સિસ્ટમ સક્રિય થશે
બંગાળની ખાડીમાં તા. 4 ઓગસ્ટે લો-પ્રેશર સક્રિય થશે, તેની સાથે હાલમાં મોનસૂન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં છે, જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબૂત બનશે. તેમજ હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ--પશ્ચિમ પવનોનો કનર્વજન્સ (શેર) ઝોન 17 ડિગ્રી નોર્થ પાસે રહેલો છે, જે ઉત્તર તરફ ખસશે.જેની અસરોથી અરબસાગરમાં તેમજ પશ્ચિમી કિનારા આસપાસ દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Today 4 august rainfall in gujarat yesterday highest 4 Inches rain in Sutrapada of Gir somnath


via news-rs24

No comments:

Post a Comment