કલમ 370 નાબૂદ થયાને આજે એક વર્ષ પૂરું, હોટલોમાં રહેતા ઘણા પંચ-સરપંચ દિવસે ગામમાં નથી જઇ શકતા - News

Breaking

Artikel Terbaru

Tuesday, August 4, 2020

કલમ 370 નાબૂદ થયાને આજે એક વર્ષ પૂરું, હોટલોમાં રહેતા ઘણા પંચ-સરપંચ દિવસે ગામમાં નથી જઇ શકતા

કલમ 370 નાબૂદ થયાને આજે એક વર્ષ પૂરું થઇ ચૂક્યું છે. કાશ્મીર કેટલું બદલાયું? આ અંગે દાવા અને વાસ્તવિક હકીકત જુદા છે. બ્યુરોક્રસી કહે છે કે અધૂરા પ્રોજેક્ટ્સ આગળ વધ્યા છે. પહેલી વાર પર્યટન સહિત 22 સેક્ટર માટે પોલિસી ડોક્યુમેન્ટ બન્યા. બીજી તસવીર શ્રીનગરની હોટલોમાંથી આવે છે, જ્યાંથી પંચાયતોની ‘ઓફિસ’ ચાલી રહી છે.

અંદાજ પ્રમાણે આવા પંચ-સરપંચ 3 હજારની આસપાસ છે. 2018ની પંચાયત ચૂંટણીમાં ભાજપે ભલે સરસાઇ મેળવી હોય પણ તેના ઘણા પંચ-સરપંચ પક્ષ બદલી ચૂક્યા છે કે પછી પોતાનું ક્ષેત્ર છોડીને હોટલમાં શરણ લીધું છે. તેમનું કહેવું છે કે, આતંકીઓની ધમકીઓથી ડર્યા વિના અમે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ સુરક્ષિત નથી. અમે દિવસે અમારા વિસ્તારમાં નથી જઇ શકતા. લોકો ગામમાંથી અહીં આવીને પોતાની સમસ્યાઓ જણાવે છે. વિકાસકાર્યો પણ થઇ શક્યાં નથી.

તાજેતરમાં જ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ભાજપના યુવા નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઇની હત્યા થઇ ચૂકી છે. માહોલ તંગદિલીપૂર્ણ છે. વિસ્તારમાંથી ભાજપના ઓછામાં ઓછા 4 નેતા પક્ષ છોડી ચૂક્યા છે. નેતાઓમાં અસલામતીની લાગણી છે. રાજ્યમાં ભાજપના મહાસચિવ અશોક કૌલનું માનવું છે કે કલમ 370 નાબૂદ થતાં આતંકવાદ પર સકંજો કસાયો છે. કોરોનાના કારણે પક્ષ પોતાનાં વચનો પૂરાં કરવામાં થોડો પાછળ જરૂર રહ્યો છે. આતંકીઓએ 2018ની પંચાયતની ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી હતી. કુલ 20,093 પદમાંથી માત્ર 6,162 પંચ અને 1,365 સરપંચ ચૂંટાયા. શ્રીનગરની હોટલમાં રહેતા એક પંચે જણાવ્યું કે અમને સુરક્ષા આપવાનું વચન અપાયું હતું પણ આજે અમારો જીવ જોખમમાં છે.

તંત્રએ દાવો કર્યો- ઇન્વેસ્ટર્સ મીટની તૈયારી
ડોમિસાઇલ સર્ટિ. લેનારા પ્રથમ બ્યૂરોક્રેટ નવીન ચૌધરી જણાવે છે કે ઇન્વેસ્ટર્સ મીટની તૈયારી પૂરી થઇ ચૂકી છે, કોરોનાના કારણે ટાળવી પડી. કિસાન ક્રેડિટકાર્ડ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી છે. 4 લાખ કાર્ડ તો અપાઇ પણ ચૂક્યાં છે. પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થીઓ, ગોરખાઓ અને વાલ્મીકિ સમાજના લોકોને ડોમિસાઇલ સર્ટિ. અપાયાં. સરહદ પરનાં 508 ગામ માટે અનામત નીતિમાં ફેરફાર કરાયો. 30 જુલાઇ સુધીમાં જમ્મુ-કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડના ઓનલાઇન પોર્ટલ પર 4 લાખથી વધુ યુવાનો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

ખીણમાં મુશ્કેલ માર્ગ...
અલગતાવાદીઓ તથા કેટલાંક સંગઠનોએ બુધવારે કાળો દિવસ મનાવવાનું એલાન આપ્યું છે. તેથી ખીણમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. પ્રદર્શન, રેલીઓ પર પ્રતિબંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અલગતાવાદીઓ તથા કેટલાંક સંગઠનોએ બુધવારે કાળો દિવસ મનાવવાનું એલાન આપ્યું છે. તેથી ખીણમાં કર્ફ્યૂ લાદી દેવાયો. પ્રદર્શન, રેલીઓ પર પ્રતિબંધ છે.


via news-rs24

No comments:

Post a Comment