પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભૂજ પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલાં છે. પુરાતત્ત્વીય શોધમાં સામે આવ્યું છે કે, આ મંદિર લગભગ 2,000 થી 2200 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે, લગભગ પચ્ચીસ સો વર્ષ પહેલાં દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરાવ્યું હતું. ત્યાર બાદ આ મંદિરનું સમારકામ અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો.
ગુજરાતનું દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. તે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના 4 ધામમાંથી એક છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા દ્વારકાધીશના રૂપમાં થાય છે. તેનો અર્થ દ્વારકાના રાજા છે. દ્વાપર યુગમાં આ સ્થાન ભગવાન કૃષ્ણની રાજધાની હતું. આ મંદિરની ઇમારત 5 માળની છે. આ મંદિરમાં ધ્વજા પૂજનનું વિશેષ મહત્ત્વ છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મંદિર ખાસ છેઃ-
મંદિરના વર્તમાન સ્વરૂપને 16મી સદી આસપાસનું ઉલ્લેખવામાં આવે છે. તેને જાગૃત મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની દિશા, જગ્યા અને બનાવટ વાસ્તુશાસ્ત્ર ખૂબ જ સારા ઉદાહરણમાંથી એક છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, મંદિરના શિખર ઉપર રહેલી ધ્વજા હંમેશાં પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે. તેનું નિર્માણ ચૂના-પત્થરથી કરવામાં આવ્યું છે. તેના જ કારણે મંદિરની સુંદરતા આજે પણ જળવાયેલી છે. આ મંદિર 72 સ્તંભ ઉપર બનેલું છે અને તેના શિખરની ઊંચાઈ 235 મીટર છે. આ મંદિરની બનાવટથી ઉત્પન્ન થતી પોઝિટિવ ઊર્જાથી દરેક પ્રકારની શાંતિ મળે છે. તેના પ્રભાવથી શ્રદ્ધાળુઓના મનમાં પોઝિટિવ વિચાર આવે છે અને ખરાબ વિચાર દૂર થાય છે. આ મંદિરનું ગર્ભગૃહ અને મંડપનું સ્થાન પણ વાસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેના પ્રભાવથી ત્યાં જતાં લોકો સંમોહિત થઇ જાય છે.
84 ફૂટની ધ્વજા લહેરાય છેઃ-
પાંચ માળના આ મંદિરના શિખર ઉપર લહેરાતી ધર્મધ્વજાને જોઇને દૂરથી જ શ્રીકૃષ્ણના ભક્ત તેમની સામે પોતાનું મસ્તક નમાવે છે. આ ધ્વજા લગભગ 84 ફૂટ લાંબી છે જેમાં વિવિધ પ્રકારના રંગ હોય છે. મંદિરની ઉપર રહેલી ધ્વજા ઉપર સૂર્ય અને ચંદ્રનું પ્રતીક ચિહ્ન બનેલું છે. સૂર્ય-ચંદ્ર શ્રીકૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે એટલે તેમના મંદિરના શિખર ઉપર સૂર્ય-ચંદ્રના ચિહ્નવાળો ધ્વજ લહેરાય છે. દ્વારકાધીશજી મંદિર ઉપર લહેરાતી ધ્વજાને દિવસમાં 3વાર સવારે, બપોરે અને સાંજે બદલવામાં આવે છે. મંદિર ઉપર ધ્વજા ચઢાવવા અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણોને પ્રાપ્ત છે. દરેક વખતે અલગ-અલગ રંગનો ધ્વજ મંદિર ઉપર જોવા મળે છે.
આ રીતે દ્વારકા પહોંચી શકાય છેઃ-
ફ્લાઇટ દ્વારાઃ- ફ્લાઇટ દ્વારા દ્વારકાર પહોંચવા માટે કોઇ સીધી ફ્લાઇટ નથી. દ્વારકાથી સૌથી નજીકનું એરપોર્ટ જામનગર છે. જે અહીંથી લગભગ 47 કિમી દૂર છે. આ સિવાય પોરબંદર એરપોર્ટથી પણ અહીં આવી શકાય છે. આ એરપોર્ટ દ્વારકાથી લગભગ 98 કિમી દૂર છે. એરપોર્ટથી સીધા દ્વારકાધીશ મંદિર માટે કેબ મળે છે.
ટ્રેનઃ- દ્વારકા દેશના અનેક શહેરોથી રેલ નેટવર્ક દ્વારા જોડાયેલું છે. દ્વારકા રેલવે સ્ટેશન સુધી રોજ અનેક ટ્રેન મળી જાય છે. પરંતુ હાલ કોરોનાના કારણે થોડી ટ્રેન બંધ છે. દ્વારકાર ટ્રેન સ્ટેશનથી મંદિર લગભગ એક કિલોમીટર જ છે.
સડક માર્ગઃ- દ્વારકા દેશના લગભગ બધા જ મોટા શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે. પોતાની ગાડીથી પણ અહીં પહોંચી શકાય છે. આ સિવાય મંદિર સુધી પહોંચવા માટે અનેક બસ સર્વિસ પણ મળી જાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment