વિખ્યાત સોફ્ટવેર કંપની ઇન્ફોસિસના સહ સંસ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ શનિવારે એક વેબિનારમાં ખુલાસો કર્યો કે કેવી રીતે સચ્ચાઈ, સત્યનિષ્ઠા અને પારદર્શકતાના રસ્તે ચાલીને તેમણે કંપનીનું સન્માન જાળવી રાખ્યું. મૂર્તિએ કહ્યું કે તેમણે હંમેશા ઇમાનદારી અને પારદર્શકતાના રસ્તે ચાલવાનું નક્કી કર્યું. તેમાં મુશ્કેલી આવી પરંતુ અંતે તો લાભ જ થયો.
ખરાબ સમાચાર જણાવવામાં પારદર્શતા જાળવવી જોઈએ
તેમણે જણાવ્યું કે 1993માં ઇન્ફોસિસ લિસ્ટેડ કંપની બની. 1994માં કંપનીએ અમેરિકામાં સેલ્સ ઓફિસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે કેટલાક નાણાં અલગ રાખ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં અરજી કરાઈ હતી. તે સમયે આ પ્રક્રિયામાં સમય લાગતો હતો. આથી અમે વિચાર્યું કે ત્યાં સુધી થોડા પૈસા સેકન્ડરી ઇક્વિટી માર્કેટમાં રોકી દઈએ. પરંતુ તેમાં અમને નુકસાન થયું. 90ના દાયકામાં સેબીના નિયમ મુજબ આ રોકાણકારોને જણાવવું જરૂરી નહોતું. આ કોઈ મોટી રકમ પણ નહોતી. ઘણા કર્મચારીઓએ કહ્યું કે જો રોકાણકારોને આ વાત જણાવીશું તો આપણી પ્રતિષ્ઠા પર અસર થશે પરંતુ મારું માનવું હતું કે ખરાબ સમાચાર જણાવવામાં પણ પારદર્શકતા જાળવવી જોઈએ. નાના રોકાણકારોને તમામ માહિતી આપવી એ જ ગુડ ગવર્નન્સ છે. ત્યારપછી અમે એજીએમમાં રોકાણકારોની આ ભૂલ માટે માફી માંગી. તેમને વચન આપ્યું કે ફરી ક્યારેય આવું નહીં કરીએ. આ પારદર્શકતાથી રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે અમને માફ કરી દીધા.
સત્યનિષ્ઠાને કારણે ઇન્ફોસિસ આજે દુનિયાની સન્માનિત કંપનીઃ મૂર્તિ
એક અન્ય રોચક પ્રસંગ જણાવતા મૂર્તિએ કહ્યું કે 1990માં ઇન્ફોસિસે યુકેની સ્પોર્ટ્સ શૂઝ મેન્યુફેક્ચરર કંપનીને ઓનલાઈન સિસ્ટમ બનાવવાની દરખાસ્ત કરી. એમઆઈએસ વિભાગના વડા સાથે પ્રારંભિક વાતચીત માટે અમે કંપનીની ઓફિસમાં બેઠા હતા. ત્યારે સીઈઓનો તેના વડા પર ફોન આવ્યો કે તે એક કલાક માટે બહાર જતા રહે. ટેબલ પર એક માત્ર હરીફનું કવર એમને લલચાવતું હતું કે અમે તે જોઈ તેના ભાવ જાણી લઈએ. રૂમમાં હું અને મારો સહયોગી દિનેશ જ હતા. પરંતુ અમે નક્કી કર્યું કે આ અનૈતિક હશે. મૂર્તિ કહે છે કે આ સત્યનિષ્ઠાને કારણે ઇન્ફોસિસ આજે દુનિયાની સન્માનિત કંપની છે. મૂર્તિ સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશનના વેબિનારમાં કોર્પોરેટ ઇન્ડિયાના સારાપણા માટે ઇમાનદારી, પારદર્શકતા અને સત્યનિષ્ઠાની તકલીફો પરંતુ સંતોષકારક રસ્તો એ વિષય પર પોતાના અનુભવ જણાવી રહ્યાં હતા. તેમાં બીએસઈના ટ્રસ્ટી અને સત્ય વિજ્ઞાન ફાઉન્ડેશનના સંસ્થાપક વલ્લભ ભણસાળી પણ હાજર હતા.
બિઝનેસમેન રાહુલ બજાજની આ વાત ભૂલતો નથી
- રાહુલ બજાજની એ વાત ક્યારેય નથી ભૂલતો કે માર્કેટ કોમ્પિટિશન જ સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ છે.
- મારું માનવું છે કે રાત્રે સારી ઊંઘ જોઈતી હોય તો સત્યનિષ્ઠાના રસ્તે ચાલો.
- એક બિઝનેસમેન ચાર-પાંચ વર્ષથી લંડનમાં બેઠો છે. આ કેમ થયું? તેણે કેટલીક વસ્તુ નક્કી કરી નહોતી. કન્નડમાં કહેવત છે કે ‘ચોરની પત્નીને અંતે તો વિધવા થવું પડે છે.’
- મારા મનમાં રતન ટાટા માટે બહુ સન્માન છે. મેં બિલ ગેટ્સ, જેક વેલ્ચ, બિલ હ્યુલેટ પાસેથી બહુ શીખ્યો છું.
દેશમાં ભ્રષ્ટાચારને શૂન્ય કરવો પડશે
દરેક ક્ષેત્રમાં લીડરે કઠોર નિર્ણય લેવાની, ઇમાનદારી, પારદર્શક સંસ્કૃતિ અપનાવી પડશે. તો જ દેશ મજબૂત થશે. થોડા સમય માટે અર્થતંત્ર 8-9 ટકા પર પહોંચી શકે છે પરંતુ લાંબા સમય માટે ભષ્ટાચારને શૂન્ય પર લાવવો પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment