પોઝિટિવ કેસનો આંક 15,362 પર પહોંચ્યો, મૃત્યુઆંક 668 અને કુલ 11,457 દર્દી રિકવર થયા - News

Breaking

Artikel Terbaru

Friday, August 7, 2020

પોઝિટિવ કેસનો આંક 15,362 પર પહોંચ્યો, મૃત્યુઆંક 668 અને કુલ 11,457 દર્દી રિકવર થયા

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,362 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 668 થયો છે. ગત રોજ શહેરના 309 અને જિલ્લાના 47 દર્દી મળી વધુ 356 લોકોને સાજા થતા રજા આપવામાં આવી હતી. જેથી કોરોનાને મ્હાત આપી 11457 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

સુરત સિટીમાં 12,345 અને ગ્રામ્યમાં 3017 કેસ
સુરત શહેરમાં આજ દિન સુધીમાં 12,345 પોઝિટિવ કેસમાં 534ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 3017 પૈકી 134 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ 15,362 કેસમાં 668ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9094 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2326 દર્દી સાજા થયા છે. સિટી-ગ્રામ્યમાં કુલ 11,457 દર્દીઓ સાજા થઇ ગયા છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 21 દર્દી વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 668 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 221 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 159 દર્દીની હાલત ગંભીર છે. 13 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 125 દર્દી ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 124 કોરોનાના દર્દી પૈકી 97 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 30 બાઈપેપ અને 59 દર્દીઓ ઓક્સિજન પર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


via news-rs24

No comments:

Post a Comment