લદાખીઓએ દારૂગોળો ખભે ઊંચકી કારગિલ શિખર સુધી પહોંચાડ્યો હતો - News

Breaking

Artikel Terbaru

Sunday, June 21, 2020

લદાખીઓએ દારૂગોળો ખભે ઊંચકી કારગિલ શિખર સુધી પહોંચાડ્યો હતો

ગલવાન ખીણમાં ભારત અને ચીન વિવાદ વચ્ચે લદાખના લોકો બહાદુરીનું પુનરાવર્તન કરવા તૈયાર છે. કારગિલ યુદ્ધના સમયે લદ્દાખીઓએ હથિયાર-વિસ્ફોટકો દુર્ગમ પર્વતો સુધી પહોંચાડવામાં ભારતીય સેનાની મદદ કરી હતી.

લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશને પહેલ કરતાં સરકાર અને સ્થાનિક પ્રશાસનને કહ્યું કે અમે દરેક પ્રકારની મદદ માટે તૈયાર છીએ. એસોસિએશનના અધ્યક્ષ પી.ટી.કુનજેંગે ભાસ્કરને જણાવ્યું કે 1999ના કારગિલ યુદ્ધમાં અઢી હજાર લદાખવાસીઓએ દુર્ગમ પર્વતો સુધી રાશન અને ગોળા-બારુદ પહોંચાડવામાં ભારતીય સેનાની મદદ કરી હતી. ગોળાબારીના જોખમ વચ્ચે અમારો ફક્ત એક વોલેન્ટિયર ઘવાયો હતો. મહિલાઓ પણ રોટલીઓ બનાવી સેનાને મોકલાવતી હતી. વર્તમાન વિવાદમાં કદાચ સરકારને અમારી મદદની જરૂર ન પડે પણ અમારા તમામ યુવાનોને તૈયાર રહેવા કહેવાયું છે. સરકારનો નિર્દેશ મળતા જ એક અઠવાડિયામાં વોલેન્ટિયર તૈયાર કરી શકીએ છીએ.

કારગિલના યુદ્ધમાં વોલેન્ટિયર તરીકે કામ કરી ચૂકેલા લેહના વતની 52 વર્ષીય સેવાંગ યાંગ જોર જણાવે છે કે ત્યારે હું 31 વર્ષનો હતો. લદાખના લોકો ઓછા ઓક્સિજનમાં પણ ચાલવા, દોડવા અને વજન ધરાવતું સામાન પણ લઈ જવામાં સક્ષમ છીએ. અમે પર્વતીય વિસ્તારોમાં સામાન પહોંચાડવાનું કામ કર્યુ હતું. જ્યાં સુધી ખચ્ચર જઈ શકતા હતા ત્યાં સુધી સામાન ખચ્ચર પર લાદીને લઈ જતા હતા. તેની આગળ પોતાના ખભા પર ઊંચકીને લઈ જતા હતા. તેમાં હથિયાર અને વિસ્ફોટક પણ હતા. હું ખુદ બોફોર્સ તોપના ગોળા, મોર્ટારના ગોળા પોતાની પીઠ પર ઊંચકીને લઈ ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કારગિલ યુદ્ધમાં લદાખીઓએ સેનાનો સામાન પહોંચાડ્યો હતો. જ્યાં ઘોડા અને ગધેડા જઈ શક્યા નહીં ત્યાં તે ખભા પર સામાન લઈ ગયા હતા.


via news-rs24

No comments:

Post a Comment