વિશ્વભરમાં કોરોનાવાઈરસના કેસ એક કરોડને પાર થઈ ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, જોખમ હવે વધારે છે. સંક્રમણ હવે યુરોપમાં ઓછું થઈ રહ્યું છે, પરંતુ એશિયા અને લેટિન અમેરિકામાં ફેલાઈ રહ્યું છે.
સંક્રમણને જો નિયંત્રણમાં રાખવું હોય તો સુપર સ્પ્રેડરથી બચવું જરૂરી છે. જ્યારે એક દર્દીથી ઘણા લોકો સંક્રમિત થાય છે તો તે દર્દીને સુપર સ્પ્રેડર માનવામાં આવે છે. ઘણા દેશમાં આવા જ સુપર સ્પ્રેડરના કારણે અચાનકથી કેસ વધી ગયા છે. સાઉથ કોરિયામાં સંક્રમણના બીજા તબક્કા માટે સુપર સ્પ્રેડર જવાબદાર છે.
એપ્રિલ સુધી અહીં કોરોના અંકુશમાં આવી ગયો હતો અને કેસ પણ ઓછા હતા. મે મહિનાનાં પહેલા સપ્તાહમાં સિયોલમાં એક 29 વર્ષનો કોરોના સંક્રમિત યુવક નાઈટક્લબમાં ગયો. તેને 229 લોકોને સંક્રમિત કર્યા. પ્રશાસને તાત્કાલિક સાત હજારથી વધુ લોકોનું ટિસ્ટિંગ કર્યું અને ફરીથી મોલ, નાઈટ ક્લબ બંધ કરવા પડ્યા હતા.
જાન્યુઆરી મહિનામાં ચીનમાં પણ એક સુપર સ્પ્રેડર દર્દી દ્વારા 14 મેડિકલ વર્કર્સ સંક્રમિત થયા હતા
ભારત, અમેરિકા અને સાઉથ કોરિયામાં સુપર સ્પ્રેડર
ભારતઃ અહીં ઘણા રાજ્યોમાં સુપર સ્પ્રેડરના કેસ સામે આવ્યા છે. માર્ચની શરૂઆતમાં ઈટાલી અને જર્મનીની મુસાફરી કરીને પંજાબ પરત ફરેલા એક વૃદ્ધ સુપર સ્પ્રેડર બન્યા. આ દરમિયાન ભારતમાં માત્ર 640 કેસ હતા. વૃદ્ધે ક્વોરન્ટીન થવાની વાત ન માની. તેઓ શીખ તહેવાર અને મોટા કાર્યક્રમોમાં સામેલ થયા. ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઈ અને હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. તેમના 19 સંબંધીઓને પણ ચેપ લાગ્યો હતો. પોલીસે તેમની ઝપેટમાં આવનાર 550 લોકોની ઓળખ કરી હતી, જેમાં ઘણા સંક્રમિત મળી આવ્યા હતા.
- મે મહિનાની શરૂઆતમાં દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં એક બિલ્ડિંગમાંથી 41 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ લોકો પણ એક જ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી સંક્રમિત થયા હતા.
- જૂનમાં જયપુરના સુભાષ ચોકના એક મકાનમાંથી 26 લોકોને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ. અહીં પણ સુપર સ્પ્રેડરથી જ સંક્રમણ ફેલાયું હતું.
અમેરિકાઃ ન્યૂયોર્ક શહેરમાં 27 ફેબ્રુઆરીના રોજ ગાર્બુજ નામના એક વ્યક્તિને ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે કોરોના પોઝિટિવ મળી આવ્યો. એક સપ્તાહની અંદર ન્યૂયોર્કમાં સંક્રમણના 170 કેસ સામે આવ્યા, જેમાં ગાર્બુજની પત્ની અને બે બાળકો સામેલ હતા. સંક્રમિત મળેલા મોટાભાગના લોકો ગાર્બુજના સંપર્કમાં આવ્યા હતા. અહીં ગાર્બુજને સુપર સ્પ્રેડર માનવામાં આવ્યો હતો.
સાઉથ કોરિયાઃ અહીં સંક્રમણની શરૂઆત એક સુપર સ્પ્રેડરથી થઈ હતી. ફેબ્રુઆરીની શરૂઆતમાં અહીં સંક્રમણના માત્ર બે કેસ હતા. 15 ફેબ્રુઆરીએ એક મહિલા દાએગુ શહેરના એક ચર્ચમાં સામેલ થઈ. તે કોરોના પોઝિટિવ મળી. ચર્ચના સંપર્કમાં આવેલા 29 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા. ત્યારબાદ બે સપ્તાહ બાદ સાઉથ કોરિયામાં 2900થી વધારે લોકોને ચેપ લાગ્યો હતો.
ઈટાલીઃ અહીં પણ સંક્રમણ ફેલાવવાનું મુખ્ય કારણ ચેમ્પિયન્સ લીગની એક મેચ છે. 19 ફેબ્રુઆરીએ એટલાન્ટા અને વેલેન્સિયા વચ્ચે મિલાન શહેરના સેન સીરો સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ દરમિયાન લગભગ 50 હજાર લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચના બે દિવસ બાદ જ ઈટાલીમાં આ વાઈરસના સ્થાનિક સંક્રમણથી પ્રથમ મોતનો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, ઈટાલીનું આ શહેર કોરોનાવાઈરસનું કેન્દ્ર બની ગયું. તેને પણ સુપર સ્પ્રેડરનો કેસ માનવામાં આવે છે.
WHOએ હજી સુધી સુપર સ્પ્રેડર વિશે કઈ નથી કહ્યું
WHOએ હજી સુધી સુપર સ્પ્રેડર વિશે કંઈ કહ્યું નથી. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે, આ એવા દર્દીઓ હોય છે જે સામાન્ય દર્દીઓની સરખામણીમાં વધારે સંક્રમણ ફેલાવે છે. તેમણા જણાવ્યા પ્રમાણે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કેટલાક લોકો એવા હોય છે, જેમાં વાઈરસ વધારે હોય છે.
તેમના એક ડ્રોપ્લેટ્સમાં સામાન્ય દર્દી કરતાં 10થી 100 ગણો વાઈરસ હોઈ શકે છે.2011માં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, મહામારી દરમિયાન 80% લોકોને સંક્રમિત કરવા માટે માત્ર 20% લોકો જવાબદાર છે. આ લોકો સુપર સ્પ્રેડર હોય છે.
જૂની બીમારીને ફરીથી ફેલાવે છે સુપર સ્પ્રેડર
અમેરિકાના ચોપી રોગ નિષ્ણાત એલિઝાબેથ મેક્ગ્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે દાયકામાં અમેરિકામાં ઓરીનો પ્રકોપ શરૂ થયો છે. આ એવી બીમારી છે જેના પર સંપૂર્ણપણે નિયંત્રણ હતું પરંતુ સુપર સ્પ્રેડર્સના કારણે તેનો પ્રકોપ ફરી એક વખત ફેલાયો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment