રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રાજકોટના સિનિયર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ નારાજ થયાના મેસેજ વહેતા થયા હતા તે અંગે સ્પષ્ટતા કરતા પટેલે કહ્યું કે, હું પક્ષથી નારાજ નથી, પક્ષે મને 50 વર્ષની કારકિર્દીમાં અનેક પદ આપ્યા છે. ડેપ્યુટી મેયરથી મંત્રીપદ આપ્યું છે. આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીના વિસ્તરણ થવાની વાતો વચ્ચે જ નારાજગીના મેસેજ બહાર આવી રહ્યા હોવાના પ્રશ્નના જવાબમાં પટેલે કહ્યું કે, રાજકોટના બે કેબિનેટ મંત્રી છે અને જ્યારથી વિજયભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યારથી મેં મારા બિસ્તરા પોટલા બાંધી લીધા હતા. પહેલા નાનું પરિવાર હતું હવે મોટું પરિવાર થયું છે તેથી વાસણો તો ખખડે બાકી કોઇ નારાજગી નથી.
રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલની નારાજગી અંગે વહેતી થયેલી અફવા અંગે પટેલે વધુમાં કહ્યું કે, જે પ્રકારે પેઢી બદલે અને વિચાર બદલે તેમ પક્ષમાં અનેક પરિવર્તન જોવા મળ્યા છે. 50 વર્ષથી જાહેર જીવનમાં અનેક ચડતી પડતી જોઇ છે. નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડ, મેયર, ગ્રામ્ય વિકાસ નિગમ ચેરમેન, ધારાસભ્ય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મંત્રી તરીકે તેમની ટીમમાં કામ કરવાની તક મળી છે. અત્યાર સુધીમાં મારા જાહેર જીવનમાં ક્યારેય ડાઘ લાગ્યો નથી અને તે માટે હું સતત સક્રિય રહ્યો છું. મુખ્યમંત્રી તરીકે વિજયભાઇની પસંદગી થઇ ત્યારથી જ મે મંત્રીમંડળમાંથી બિસ્તરા પોટલા બાંધી લીધા હતા. કારણ કે, રાજકોટના બે કેબિનેટ મંત્રી હોય અને મુખ્યમંત્રી પણ રાજકોટના હોય તો સ્વાભાવિક છે કે મને તક ન મળે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment