વુહાનથી વોશિંગ્ટન અને ન્યૂ યોર્કથી નવી દિલ્હી સુધી દરેક વ્યક્તિમાં ભયનો માહોલ જોવા મળ્યો, શ્વાસ આઇસોલેટ અને જીવન ક્વોરન્ટિન થયું - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

વુહાનથી વોશિંગ્ટન અને ન્યૂ યોર્કથી નવી દિલ્હી સુધી દરેક વ્યક્તિમાં ભયનો માહોલ જોવા મળ્યો, શ્વાસ આઇસોલેટ અને જીવન ક્વોરન્ટિન થયું

વિશ્વભરમાં કોરોનાના 1 કરોડ કેસ નોંધાયા છે. એટલે કે, વાઇરસ તેના રૌદ્ર સ્વરૂપમાં છે, જેને જોઇને માનવજાતિનો શ્વાસ ખરેખર અટકી ગયો છે. જ્યારે ચીનમાં વુહાનમાંથી નીકળતો કોરોના રોગચાળો જ્યારે યુરોપ અને અમેરિકા પહોંચ્યો ત્યારે તે તેની સાથે નવી પરિભાષા પણ લાવ્યો.

આ એવા શબ્દો હતા જે વૈજ્ઞાનિક અને વહીવટી વિશ્વમાં લોકપ્રિય હતા, પરંતુ પ્રથમ વખત સામાન્ય લોકોએ તેનો ઉપયોગ કર્ય અને પછી સતત ઉપયોગ કરવો પડ્યો કારણ કે, કોરોના વગરની ચર્ચા અધૂરી રહેતી હતી. આ વિશ્વની બધી ભાષાઓના સૌથી મહત્ત્વપૂર્ણ શબ્દો બની ગયા છે.

કોરોનાકાળમાં ચર્ચાયેલા 10 સૌથી મહત્ત્વપૂર્ણ શબ્દો હજી પણ સમજવા અને તેને સતત અમલમાં મૂકવાની જરૂર છે, આજે આ શબ્દો વાર્તા અને ચિત્રો સ્વરૂપમાં જોડાયેલા છે...

મિત્રો! લક્ષ્મણ રેખા ન ઓળંગો: આ તસવીર 24 માર્ચની છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. રાતના આઠ વાગ્યે હંમેશની જેમ મિત્રોવાળો સંદેશ લઇને આવીને પીએમે આ વખતે પણ દેશવાસીઓને ઘરની લક્ષ્મણ રેખા પાર ન કરવા અપીલ કરી હતી. તેમણે દરેકને પોતાનો મુદ્દો પહોંચાડવા માટે એક પ્લેકાર્ડનો ઉપયોગ પણ કર્યો, જેના પર સંદેશ લખ્યો હતો - કોઈ રસ્તા પર ન આવે, જેના પ્રથમ ત્રણ અક્ષરો જોડીને સાંકેતિક અર્થ 'કોરોના' બની રહ્યો હતો.

દૂરથી જ નમસ્તે: આ ફોટો 12 માર્ચનો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયર્લેન્ડના વડા પ્રધાન લીઓ સાથે મુલાકાત કરી હતી. મીટિંગ થોડી અલગ હતી કારણ કે, આ પછી ટ્રમ્પે કોઈનું પણ સ્વાગત વેસ્ટર્ન તરીકે હાથ મિલાવીને અથવા ગળે મળીને નહોતું કર્યું પરંતુ ભારતીય અભિવાદન આપનાવ્યું અને નમસ્તે કરીને તેમનું સ્વાગત કર્યું. તે વિશ્વ માટે સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રાચીન રીતનો પરિચય હતો અને આ તસવીર ખૂબ ચર્ચા રહી.

આ તસવીર ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની છે, જે 30 માર્ચના રોજ બહાર આવી હતી. જિલ્લામાં બહારથી આવતા લોકોને વાઇરસમુક્ત બનાવવા માટે તેમના પર સોડિયમ હાયપોક્લોરાઇટનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડ વિભાગે એક સાથે લોકો પર કેમિકલ છાંટ્યું ત્યારે કંટાળી ગયેલા લોકોના શરીર અને આંખોમાં બહુ જલન થઈ. બાળકો ગભરાઈ ગયા અને રડ્યા. દુઃખની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી અને યુપી પ્રશાસનના આ પગલાંની દુનિયાભરમાં ટીકા થઈ હતી.

સૌથી ધનિક વ્યક્તિ માટે પણ ઘર જ ઓફિસઃ આ ચિત્ર બદલાતા સમયની સાક્ષી છે, જે અમેરિકન કંપની માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે 18 માર્ચે પોસ્ટ કરી હતી અને લોકોને ઘરેથી એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવા અપીલ કરી હતી. . 26 જૂને અમેરિકામાં 40 હજાર 870 નવા કોરોના કેસ નોંધાયા હતા. દેશના 50 માંથી 16 રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ છે. આખી દુનિયાને આંખો બતાવતો સૌથી વધુ શક્તિશાળી અને સમૃદ્ધ દેશ પણ એક અદ્રશ્ય જીવ સામે સરેન્ડર કરવા મજબૂર થઈ ગયો.

પાસ રહેવા છતાં દૂર-દૂર: રોગચાળાની શરૂઆતનો સૌથી વધુ ચર્ચાયેલો અને જટિલ શબ્દ ક્વોરેન્ટિન હતો, જેને દરેક વ્યક્તિએ તેમની રીતે વાંચી, સમજી અને અમલમાં મૂક્યો. આ શબ્દ ઇટાલીના ક્વારન્ટા જિયોનીમાંથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ 40 દિવસ થાય છે. ઇટાલીએ તેને પ્લેગથી બચવા માટે 600 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો. ખાસ વાત એ છે કે ભારતમાં આ સદીઓ ચાલ્યો આવે છે. જેમ કે નવજાત અને માતાને 10 દિવસ અલગ રાખવાના હોય છે. સુસંસ્કૃત વિશ્વમાં તેનો ઉપયોગ સી-પોર્ટ અને અરપોર્ટ પર થતો હતો, પરંતુ હવે આ દરેક ઘરની વાર્તા છે.

ઘરમાં કેદખાનામાં બંધ હોવા જેવી લાગણી: ક્વોરન્ટિન જેવો જ એક બીજો શબ્દ છે હોમ આઇસોલેશન. પરંતુ બંને વચ્ચે તફાવત છે. સેલ્ફ ક્વોરન્ટિન કરી રહેલા લોકો ચેપગ્રસ્ત નથી તા. તેઓ કોવિડ -19 જેવાં લક્ષણો દેખાવા પર પોતાની જાતને અલગ રાખે છે. તેમજ, સેલ્ફ આઇસોલેટેડ લોકો કોરોના પેઝિટિવ હોય છે, જે વાઇરસની રોકથામ અને સારવાર માટે અલગ થઈ જાય છે.

કોરોના વર્કર્સ માટે આદર: જનતા કર્ફ્યુ, એક શબ્દ જે માર્ચના ત્રીજા અઠવાડિયામાં પ્રખ્યાત થયો, જ્યારે પીએમ મોદીએ 22 માર્ચે જાહેર જનતા માટે એક દિવસીય લોકડાઉન લાગુ કર્યું. સાંજના પાંચ વાગ્યે તાળીઓ અને થાળીના અવાજથી આખો દેશ ગુંજી ઉઠ્યો. જે કંઈ હતું તે ત્યાં જ રોકાઈ ગયું. ઝૂંપડીથી મહેલો સુધીના લોકોએ કોરોના વોરિયર્સના માનમાં ભારે એકતા બતાવી. તે દિવસની આ તસવીર સૌથી વધુ ચર્ચિત હતી, જેમાં પીએમ મોદીની માતાએ એક થાળી વગાડી હતી અને કોરોના કામદારોને ઉત્સાહિત કર્યા હતા.

રંગોમાં હવે દેશનો નવી વહેંચણી થઈ: લોકડાઉનના ત્રીજા તબક્કામાં દેશના વિવિધ વિસ્તારોને લાલ, લીલો અને નારંગી ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા. આ સિવાય, નવી એક કેટેગરી બનાવવામાં આવી જે કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે ઓળખાઈ. રેડ, ઓરેન્જ અથવા ગ્રીન ઝોન જિલ્લાઓ અનુસાર નક્કી કરવામાં આવ્યા હતા, જ્યારે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કોઈ વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ હોય તો તે વિસ્તારમાં કોલોની, મહોલ્લા અથવા વોર્ડની સીમાની અંદર ઓછામાં ઓછા 400 મીટર વિસ્તારને કન્ટેન્ટ તરીકે જાહેર કરવામાં આવે છે. દૈનિક બદલાતા નિયમો સાથે હવે આ પણ બદલાઈ ગયું છે.

એવા શબ્દો કે જે લોકો જાણીને પણ અજાણ હતા: રોગચાળા પહેલાં લોકો રોગપ્રતિકારક શક્તિ શબ્દ વિશે જાણતા હતા, પરંતુ ફેબ્રુઆરીથી હર્ડ ઇમ્યૂનિટી શબ્દની ચર્ચા શરૂ થઈ હતી. હર્ડ ઇમ્યુનિટીમાં હર્ડ શબ્દનો અર્થ એ છે કે ટોળું અને ઇમ્યુનિટી એ રોગો સામે લડવાની ક્ષમતા છે. આ રીતે હર્ડ ઇમ્યુનિટીનો અર્થ એ છે કે સંપૂર્ણ ટોળા અથવા વસ્તીની રોગો સામે લડવાનો સામૂહિક રોગપ્રતિકારક શક્તિ. લોકોમાં શીતળા, ઓરી અને પોલિયો સામે હર્ડ ઇમ્યુનિટીનો વિકાસ થયો હતો. તેનો ઉપયોગ સામાન્ય રીતે રસીની સંભાવનાને ચકાસવા માટે થાય છે.

પ્રિયજનો સાથે પોતાનું વર્તુળ: એપ્રિલના અંતમાં 'સોશિયલ બબલ' શબ્દની ચર્ચા શરૂ થઈ. પરંતુ મોટાભાગના લોકો તે સમજી શક્યા નહીં. ચર્ચાનું કારણ ન્યુઝીલેન્ડ હતું, જેમણે સોશિયલ બબલનું આ પ્રકારનું મોડેલ બનાવ્યું હતું, જેને બ્રિટન અને અન્ય દેશોએ અપનાવ્યું હતું. કુટુંબના સદસ્ય, મિત્ર અથવા લોકોનું ગ્રૂપ જે ઘણીવાર મળતું હોય તેના સમૂહને સોશિયલ બબલ કહેવામાંઆવે છે. એવું કહેવામાં આવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન તેમને મળવા દેવામાં આવ્યા હતા. મળતી વખતે અંતર જાળવવું જરૂરી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીનું રિસર્ચ કહે છે કે, જો લોકો નાના જૂથોમાં એકબીજાને મળે તો ચેપ ફેલાતા અટકાવી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
From Wuhan to Washington and from New York to New Delhi, everyone was in a state of fear, isolated and quarantined


via news-rs24

No comments:

Post a Comment