રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા - News

Breaking

Artikel Terbaru

Sunday, June 21, 2020

રાજ્યમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 70%થી વધ્યો, 19,357 દર્દીઓ સાજા, રવિવારે 655 રિકવર થયા

ગુજરાતમાં અત્યાર સુધી ક્યારેય ન નોંધાયા હોય તેવાં એક જ દિવસમાં કોરોનાના વિક્રમી 580 કેસ રવિવારે નોંધાયા હતાં. આ સાથે ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ આવેલાં કુલ લોકોનો આંક 27,317 પર પહોંચ્યો છે. તેની સામે રવિવારે જ 655 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે અને આમ 19,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાતમાં એક્ટિવ દર્દીઓનો આંક 6,296 છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં હાલ રીકવરી રેટ 70.89 ટકા પર પહોંચ્યો છે, જ્યારે દર દસ લાખે 402 લોકો ગુજરાતમાં કોરોનાના સંક્રમણની અસર હેઠળ આવી ગયાં છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3.24 લાખ ટેસ્ટ કરાયાં
રાજ્યમાં મૃત્યુદર ફરી થોડો ઘટીને 6.09 ટકા પર આવ્યો છે. રવિવારે ગુજરાતમાં વધુ 25 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયાં તે પૈકી અમદાવાદમાં 20, સુરતમાં 3 જ્યારે અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યાં છે. હાલ 59 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2.23 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3.24 લાખ ટેસ્ટ કરાયાં છે.

અમદાવાદમાં કેસ ઘટ્યાં તો સુરતમાં કેસ વધ્યાં
અમદાવાદ બાદ સુરત જિલ્લામાં પણ કેસોમાં ઉત્તરોત્તર વધારો આવી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી પોઝિટિવ કેસનો આંકડો 100થી વધુ આવી રહ્યો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ 300થી નીચે 273 કેસ નોંધાયા છે તો સુરતમાં આજે 176 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 16 જૂને 332 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો આવ્યો છે, જે અનુક્રમે, 17 જૂન 330, 18 જૂન 317, 19 જૂન 312, 20 જૂન 306 અને 21 જૂન 273 કેસ નોંધાયા છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાં 19 જૂનથી દરરોજ નોંધાતા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 19 જૂને 93 કેસ નોંધાયા હતા, ત્યારબાદ 20 જૂન 106 અને 21 જૂને 176 કેસ નોંધાયા છે.

24 કલાકમાં ક્યાં કટેલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર, જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3, મહેસાણા, જૂનાગઢમાં 2-2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયો છે.

છેલ્લા 23 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)

કુલ 27,317 દર્દી, 1,664ના મોત અને 19,357 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 18,837 1,332 13,612
સુરત 3233 123 2321
વડોદરા 1854 47 1195
ગાંધીનગર 563 23 355
ભાવનગર 197 13 135
બનાસકાંઠા 166 8 139
આણંદ 150 13 123
અરવલ્લી 176 15 132
રાજકોટ 185 5 95
મહેસાણા 211 10 124
પંચમહાલ 139 15 110
બોટાદ 72 2 60
મહીસાગર 124 2 107
પાટણ 144 11 93
ખેડા 119 5 82
સાબરકાંઠા 151 7 100
જામનગર 125 3 68
ભરૂચ 146 6 58
કચ્છ 112 5 76
દાહોદ 52 0 43
ગીર-સોમનાથ 53 0 47
છોટાઉદેપુર 41 2 36
વલસાડ 69 3 47
નર્મદા 46 0 23
દેવભૂમિ દ્વારકા 20 0 14
જૂનાગઢ 59 1 33
નવસારી 48 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 91 4 49
મોરબી 10 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 44 4 13
અન્ય રાજ્ય 57 1 8
કુલ 27,317 1,664 19,357


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE Corona patient recovery rate rises to 70% in state


via news-rs24

No comments:

Post a Comment