કોલકાતામાં 30 વર્ષની મહિલાને પેટનો દુખાવો ઉપડ્યો, તપાસમાં તે ‘પુરુષ’ સાબિત થઇ, ડોક્ટરે કહ્યું- ‘વીર્યકોષ સંપૂર્ણ વિકસિત થયા નથી’ - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

કોલકાતામાં 30 વર્ષની મહિલાને પેટનો દુખાવો ઉપડ્યો, તપાસમાં તે ‘પુરુષ’ સાબિત થઇ, ડોક્ટરે કહ્યું- ‘વીર્યકોષ સંપૂર્ણ વિકસિત થયા નથી’

કોલકાતામાં એક દુર્લભ કેસ સામે આવ્યો છે. પેટમાં દુખાવાની ફરિયાદ પછી 30 વર્ષની મહિલાને અચાનક ખબર પડી કે તે પુરુષ છે અને ટેસ્ટિકુલર કેન્સર(વીર્યકોષમાં કેન્સર)ની દર્દી છે. આ મહિલાની સારવાર કોલકાતાની સુભાષ ચંદ્ર બોઝ કેન્સર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની સારવાર કરનારા ડો. અનુપમ દત્તાએ કહ્યું કે, શરીર પરથી એટલે કે અવાજ, સ્તનઅને ગુપ્તાંગથી તો તે મહિલા છે પરંતુ તેના શરીરમાં ગર્ભાશય અને અંડાશય નથી. આ એક દુર્લભ કેસ છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘એન્ડ્રોજન ઇનસેન્સિટિવિટી સિન્ડ્રોમ’ કહેવાય છે.

એન્ડ્રોજન ઇનસેન્સિટિવિટી સિન્ડ્રોમ શું છે?
આ દુર્લભ સ્થિતિ છે ત્યારે થાય છે જ્યારે ગર્ભમાં ભ્રુણના પ્રજનન અંગ વિકસિત થઇ રહ્યા હોય છે. જન્મથી જ એન્ડ્રોજન ઇનસેન્સિટિવિટી સિન્ડ્રોમ સાથે જન્મ લેનારા બાળકો અંદરથી પુરુષ હોય છે અને બહારથી છોકરી જેવા લાગે છે. ઘણા કેસમાં તેઓ સ્ત્રી અને પુરુષ એમ બંને જેવા દેખાતા હોય છે. એક્સપર્ટ પ્રમાણે, 22 હજાર લોકોમાં આવો 1 કેસ સામે આવે છે.

9 વર્ષ પહેલાં લગ્ન થયા હતા
આ મહિલાના લગ્ન 9 વર્ષ પહેલાં થયા હતા. એન્ડ્રોજન ઇનસેન્સિટિવિટી સિન્ડ્રોમ હોવા છતાં પણ તેને કોઈ મુશ્કેલી થઇ નથી. થોડા મહિના પહેલાં પેટના નીચેના ભાગમાં દુખાવો થતા તે સુભાષ ચંદ્ર બોઝ કેન્સર હોસ્પિટલ ગઈ હતી. તેની તપાસ કરનારા ડો. અનુપમ દત્તાએ જણાવ્યું કે, મહિલાને આજ સુધી પીરિયડ્સ(માસિક ધર્મ) આવ્યા નથી. આ મામલે તેની બહેનની પણ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેને પણ આ જ સમસ્યા છે.

મહિલામાં દુર્લભ કેન્સરની ખબર પડી
ડો. દત્તાએ કહ્યું કે, પેટના દુખાવાની ફરિયાદ પછી અમે બધી તપાસ કરી.રિપોર્ટમાં સામે આવ્યું કે, મહિલામાં ટેસ્ટિકલ્સ (વીર્યકોષ) છે. ત્યારબાદ બાયોપ્સીમાં ખબર પડી કે, મહિલા ટેસ્ટિકુલર કેન્સર પીડિત છે, તેને સેમિનોમા કહે છે. સેમિનોમાં ટેસ્ટિસમાં થનારું દુર્લભ કેન્સર છે. હાલ મહિલાની કિમોથેરપી ચાલુ છે અને તેની તબિયત સારી છે.

વીર્યકોષ સંપૂર્ણ રીતે વિકસિત ના થઇ શક્યા
ડો. દત્તાએ વધુમાં જણાવ્યું કે, મહિલામાં ટેસ્ટિકલ્સ સંપૂર્ણપણે વિકસિત નથી. મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન રિલીઝ થયું નથી. તેમાં ફીમેલ હોર્મોન રિલીઝ થયું છે આ કારણે તે મહિલા જેવી લાગે છે અને તેનો ઉછેર સ્ત્રીની જેમ થયો છે. તેમના લગ્ન આશરે 10 વર્ષ પહેલાં થયા છે આથી અમે મહિલાની સાથે તેના પતિનું પણ કાઉન્સલિંગ કરી રહ્યા છીએ.

જીન્સના લીધે આવું બની શકે છે
હોસ્પિટલના કેન્સર એક્સપર્ટે કહ્યું કે, દંપતીએ ઘણી વાર ફેમિલી પ્લાનિંગના પ્રયત્નો કર્યા પણ તેઓ સફળ થયા નહિ. અમને હાલ ખબર પડી છે કે, મહિલાના પિયરમાં અન્ય બે મહિલાઓમાં પણ એન્ડ્રોજન ઇનસેન્સિટિવિટી સિન્ડ્રોમ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
30-year-old woman suffers from abdominal pain in Kolkata, examination proves she is 'male'


via news-rs24

No comments:

Post a Comment