ઓરિસ્સાનું ચિલકા સરોવર જ્યાં 100થી વધુ ગામના દોઢ લાખ લોકોની આજીવિકા માછલી પર નિર્ભર છે; જાતિ ભલે કોઈ પણ હોય, બધા માછીમાર છે - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

ઓરિસ્સાનું ચિલકા સરોવર જ્યાં 100થી વધુ ગામના દોઢ લાખ લોકોની આજીવિકા માછલી પર નિર્ભર છે; જાતિ ભલે કોઈ પણ હોય, બધા માછીમાર છે

દુનિયાની બીજુ સૌથી મોટા ઓક્સ-બો લેક(સરોવર) ચિલ્કામાં વસતા લગભગ 100થી વધુ ગામના દોઢ લાખ લોકોની આજીવિકા માછલી પર નિર્ભર છે. જાતિ કોઈ પણ હોય, અહીંયા બધા માછીમાર જ છે. કોરોનાકાળમાં અહીંયા માછલીની માંગ ઘટી ગઈ છે. માત્ર 10% સપ્લાઈ જ કોલકાતા અથવા અન્ય જગ્યાએ થઈ રહી છે.

ચિલ્કા સરોવરમાં 160થી વધુ પ્રકારની માછલીઓ છે. બોટિંગ સાથે સાથે અહીંયા ફિશીંગ કરવાની પણ સુવિધા છે.

અહીંયા ઈરાવદી ડોલ્ફિન સૌથી વધારે જોવા મળે છે
70 કિમી લાંબા અને 30 કિમી પહોળા આ સરોવરનું પાણી ડિસેમ્બરથી જૂન સુધી ખારું રહે છે, પરંતુ ચોમાસામાં મીઠુ થઈ જાય છે. અહીંયા ઘણા લોકો સેલ ચિલ્કાની ટોપી પહેરીને જોવા મળી રહ્યા છે, જે અહીંયાની બાયોડાયવર્સિટી, પ્રવાસી પક્ષીઓ અને જાણીતી ડોલ્ફીનને બચાવવા માટે લોકોને જાગૃત કરે છે. ઈરાવદી પ્રજાતિની ડોલ્ફીન અહીંયા સૌથી વધું જોવા મળે છે.

ચિલ્કા પાસે આવેલા લગભગ 100 ગામ માટે માછલી જ આવકનો મુખ્ય સ્ત્રોત છે, કોરોનાના કારણે તેની માંગ ઘટી ગઈ છે.

ચિલ્કા સરોવર તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીંયા 6 વિશાષદ્વીપ છે-પરીકુડ, ફુલબાડી, બેરાહપુરા, નુઆપારા, અને તમ્પારા. આ તમામ પુરી જિલ્લાના કૃષ્ણા પ્રસાદ રાજસ્વ વિસ્તારનો એક ભાગ છે. સરોવરનો ઉત્તર કિનારો ખોર્જા જિલ્લા અને પશ્વિમ તટ ગંજામ જિલ્લા પાસે આવેલો છે.

MLચિલ્કારાની દિવસમાં 4 ફેરા લગાવે છે, જેમાં બેસીને લોકો નૌકા વિહારનો આનંદ લે છે

કોરોનાના કારણે વેપારમાં ઘટાડો
આલૂપટના ગામમાં લગભગ 500 માછીમાર છે. ગામના અરુપ કુમાર જેનાએ જણાવ્યું કે, કોરોના પહેલા અમે 15 કિલો સુધી માછલી પકડી લેતા હતા. આજે 4-5 કિલો જ કાઢી શકીએ છીએ કારણ કે હવે ન તો ગ્રાહક આવે છે અને ન તો બજારમાં સરખા ભાવ મળે છે. પહેલા અહીંયા આવતા પ્રવાસીઓ પાસેથી પણ કમાણી થતી હતી, એ પણ માર્ચથી બંધ થઈ ગઈ છે.

ચિલ્કામાં લગભગ 200 પ્રવાસી બોટ છે, જે કોરોનાના કારણે છેલ્લા ચાર મહિનાથી બંધ છે.

તેમણે જણાવ્યું કે, માછલી અને પ્રવાસીથી દરરોજ 1500થી 2000 સુધીની કમાણી થઈ જતી હતી, જે હવે 400-500 પર અટકી ગઈ છે. પ્રવાસી સિઝનમાં અહીંયા સાડા ત્રણ કલાકના નૌકા વિહારનો ભાવ 1700 રૂપિયા અને એક કલાકના 800 રૂપિયા હોય છે.
અહીંયા 200 પ્રવાસી બોટ છે જે છેલ્લા 4 મહિનાથી બંધ છે. સાતપાડાથી કૃષ્ણાપ્રસાદ મટે ફેરી સર્વિસ પણ છે. ML ચિલ્કારાની દિવસમાં 4 ફેરા લગાવે છે. બ્રહ્મપુર, મહિષિ જેવા ગામ માટે પણ બોટ ચાલું છે.

ઉનાળામાં અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસી આવે છે, તેમના માટે આ સૌથી જાણીતું અને ગમતું પ્રવાસી સ્થળ છે

સરોવરના વચ્ચે કૃષ્ણાપ્રસાદ બ્લોક છે. અહીંયા સાતપાડા છે, જે 7 નાના ટોલાથી બન્યું છે. ચિલ્કા પાસે ત્રણ જિલ્લાની બાઉન્ડ્રી છે. ગંજમ, ખુર્દા અને પુરી આ સરોવરના પૂર્વમાં બંગાળની ખાડી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચિલ્કા સરોવર દુનિયા સૌથી મોટા સમુદ્રી સરોવર ઝીલમાંથી એક છે જે ઓરિસ્સાના પુરી જિલ્લામાં છે. અહીંયા નૌકા વિહારનો આનંદ માણવા માટે લોકો દેશ વિદેશથી આવે છે.


via news-rs24

No comments:

Post a Comment