મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની 30 વર્ષની પોઝિટિવ મહિલાએ 16 મેના રોજ ટ્વિન્સ ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો, બન્ને બાળકો પણ પોઝિટિવ છે. વડનગર મેડિકલ ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.
માતા કોરોના મુક્ત બની
વડનગર મેડિકલ ટીમ દ્વારા કોવિડ પોઝિટિવ મહિલા,જોડિયા બાળકો અને બ્રિચ (બાળક આડુ થઇ ગયેલ હોય તેવી સ્થિતિ) હોવા છતાં ચેલેન્જ સ્વીકારી સફળ ઓપરેશન કર્યું હતું. વડનગર મેડિકલ ટીમ દ્વારા માતાની સઘન સારવાર કર્યા બાદ માતા કોરોના મુક્ત બની છે. જો કે બન્ને બાળકો સુવાસ અને સ્વરા કોવિડ પોઝિટિવ આવતાં બાળકોને ઝડપથી સાજા થાય તે માટે વડનગર મેડિકલ ટીમ કટિબધ્ધ બની છે. વડનગરની મેડિકલ ટીમમાં ડો.પાલેકરની આગેવાની હેઠળની ટીમ દ્વારા દ્વારા જોડિયા ભાઈ-બહેનની સારવાર કરાઇ રહી છે.
માતાનું દૂધ જંતુરહિત બાઉલમાં લઇને અપાય છે
બન્ને નવજાત શિશુને માતાનું દૂધ જંતુરહિત બાઉલમાં લઇને અપાય છે. પીપીઇ કીટ ધારણ કરીને આઇસીયુમાં રખાયેલા બાળકોની દેખભાળ રખાય છે. વડનગર મેડિકલ ટીમ સુવાસ અને સ્વરા ઝડપથી સાજા થાય તે દિશામાં કટિબધ્ધ બની છે.કદાચ દેશના સૌથી નાની વયના કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓને કોરોના મુક્ત કરવા માટે કમર કસી છે. મેડિકલ ટીમે ચેલન્જ સ્વીકારી મક્કમતાપુર્ણ સારવાર કરાઇ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment