CBSE ધોરણ 10 અને 12ની બાકી પરીક્ષાઓ 1થી 15 જુલાઇ વચ્ચે યોજાશે - News

Breaking

Artikel Terbaru

Wednesday, May 20, 2020

CBSE ધોરણ 10 અને 12ની બાકી પરીક્ષાઓ 1થી 15 જુલાઇ વચ્ચે યોજાશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)ની 10 અને 12મા ધોરણની બાકી રહી ગયેલી પરીક્ષાઓ 1થી 15 જુલાઇ વચ્ચે યોજવામાં આવશે. તે જ્યાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, એ જ સ્કૂલોમાં થશે. આ માહિતી માનવ સંસાધન વિકાસમંત્રી પોખરિયાલ નિશંકે આપી. તેમણે કહ્યું કે પરીક્ષાના પરિણામ પણ જુલાઇના અંત સુધી જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓનું ટ્રાવેલ કરવાનું સરક્ષિત નથી. તેથી અન્ય સ્કૂલમાં પરીક્ષા કરાવવાના નિયમમાં છૂટ આપવામાં આવી રહી છે. તેમણે એ પણ કહ્યું કે પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. વિદ્યાર્થીઓએ સાથે પોતાનું સેનિટાઇઝર લાવવાનું રહેશે અને માસ્ક પણ પહેરવાનું રહેશે. નિશંકે કહ્યું કે અગાઉ લેવાઇ ગયેલી 10 અને 12મા ધોરણની પરીક્ષાઓની ચકાસણી શરૂ થઇ ગઇ છે.
ઇજનેરી અને નીટને ધ્યાને રાખી તૈયાર કરાયું શિડ્યૂલ
માનવ સંસાધનમંત્રીએ કહ્યું કે શિડ્યૂલ એ વાતને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું છે કે વિદ્યાર્થી એજન્જિનીયરિંગની 18થી 23 જુલાઇ વચ્ચે થનારી પ્રવેશ પરીક્ષા જેઇઇ-મેન્સ અને મેડિકલની 26 જુલાઇએ યોજાનારી નીટની પરીક્ષામાં સામેલ થઇ શકે. બીજી બાજુ ગૃહ મંત્રાલયે સીબીએસઇ, આઇસીએસઇ અને રાજ્યોમાં બાકી બોર્ડ પરીક્ષાઓ કરાવવા માટે લૉકડાઉનમાં છૂટ આપી દીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


via news-rs24

No comments:

Post a Comment