અમદાવાદમાં ચોખા બજાર-અનાજ માર્કેટ આજથી ફરી ધમધમ્યું, પાન-મસાલા-ગુટખા લેવા લોકોની ભીડ ઉમટી - News

Breaking

Artikel Terbaru

Tuesday, May 26, 2020

અમદાવાદમાં ચોખા બજાર-અનાજ માર્કેટ આજથી ફરી ધમધમ્યું, પાન-મસાલા-ગુટખા લેવા લોકોની ભીડ ઉમટી

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો કોટ વિસ્તારમાં વધતાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યો છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા કાલુપુર ચોખા બજાર, અનાજ માર્કેટ અને માધુપુરા માર્કેટ લાંબા સમયથી બંધ હતા. આજે સવારથી બજારમાં આવેલી દુકાનો - ગોડાઉન ખુલ્યા છે. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાન અને ગોડાઉન ખોલવાની કોર્પોરેશનએ મંજૂરી આપી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ગાઈડલાઈનના પાલન કરવા વેપારીઓને જણાવવામાં આવ્યું છે. ચોખા બજારના વેપારીઓએ માર્કેટ ચાલુ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જો વધુ સમય દુકાનો બંધ રહેશે તો અનાજ અને માલ સડી જશે. જેથી દુકાન ખોલવા પરમિશન આપવામાં આવે. જેથી આજથી પાંચ કલાક દુકાન અને ગોડાઉનો ખોલવા મંજૂરી અપાઈ છે.

બજારમાં મોટી સંખ્યામાં લોકો વસ્તુઓ લેવા ઉમટી પડયા છે. રિટેલ વેપારીઓને માલ ખૂટી ગયો હતો જેથી મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ આજથી દુકાનો અને બજાર ખુલતા વેપારીઓ વસ્તુઓ લેવા ઉમટી પડ્યા હતા. પાન- મસાલા- ગુટખા, અનાજ ,ચોખા, મસાલા માર્કેટમાં લોકોની ભીડ ઉમટી છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rice market-grain market in Ahmedabad thrives again from today, can continue till 1 pm


via news-rs24

No comments:

Post a Comment