રાજકોટના જામકંડોરણાના રાયડી ગામમાંવધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરતથી જામકંડોરણાપરિવાર સાથે આવેલા કારખાનેદાર યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. 13 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા છે. આથી રાજકોટ જિલ્લામાં 98 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરના જેસરમાં અમદાવાદથી આવેલા વ્યક્તિને મોડીરાત્રે કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે.
અમદાવાદથી જેસર પરિવાર આવ્યો હતો.
અમદાવાદમાં સિલાઇ કામ કરતા બાબુભાઇ ચુડાસમા (ઉ.વ.49) પત્ની અને બે પુત્રો સાથે જેસરના અયાવેજ ગામે વતનમા આવ્યા હતા. ગઇકાલે રાત્રે તેમની તબીયત વધુ લથડતા ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પત્ની અને બંને પુત્રોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અયાવેજમાં બાબુભાઇ કોના સંપર્કમાં આવ્યા હતા તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment